સુનીલ ગાવસ્કરે ફાઈનલ પહેલા રોહિત શર્માને આપ્યો જીતનો મંત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-07 18:38:44
  • Views : 50
  • Modified Date : 2025-03-07 18:38:44

ટીમ ઇન્ડિયા 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. આ મેચ પહેલા સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને 3 બાબતોમાં સુધારો કરવા કહ્યું છે.



ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. પરંતુ આ મેચ પહેલા ભારતના દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કરે રોહિત બ્રિગેડને સલાહ આપી છે અને કેટલીક ખામીઓ સુધારવા કહ્યું છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા




ગાવસ્કરે કહ્યું - ભારતે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ચારેય મેચ સરળતાથી જીતી લીધી છે. પરંતુ રોહિત શર્માનું ફોર્મ થોડું ચિંતાનો વિષય છે. રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફીની 4 મેચમાં 26 ની સરેરાશથી 104 રન બનાવ્યા છે. જ્યાં તેનો સર્વોચ્ચ સ્કોર 41 રહ્યો છે.


ગાવસ્કરે કહ્યું- જ્યારે તમે શરૂઆતના બેટ્સમેનોને જુઓ છો, ત્યારે તમને ખબર પડે છે કે તેમણે ભારતીય ટીમને અપેક્ષા મુજબની શરૂઆત આપી ન હતી. એવું થયું નથી, મને લાગે છે કે કંઈક ખૂટે છે.

Download Our B K News Today App



Related News