સુમિત નાગલ ચેલેન્જર ટૂર્નામેન્ટના ક્વાર્ટફાઇનલમાં પહોંચ્યો, ફેદેરિકો સામે આગામી મુકાબલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 13:26:28
  • Views : 479
  • Modified Date : 2019-09-13 13:26:28

ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ બાન્જા લુકામાં ચાલી રહેલા એટીપી ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ક્રોએશિયાના માતિજા પેકોતિચને 6-1, 6-1થી સીધા સેટોમાં હરાવ્યું હતું. તેણે આ પહેલા રુસના ઈવાન નેડેલ્કોને 6-3, 7-6(3)થી હરાવ્યો હતો. સુમિત આગામી મુકાબલામાં આર્જેન્ટિનાના ફેદેરિકો કોરિયા સામે રમશે.સુમિત ગયા મહિને યુએસ ઓપનના મુખ્ય ડ્રોમાં પહોંચ્યો હતો. તેનો મુકાબલો 20 ગ્રાન્ડ સ્લેમ જીતેલા રોજર ફેડરર સામે હતો. સુમિતે ફેડરરને પહેલા સેટમાં હરાવીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે તે મેચ હારી ગયો હતો. મેચ પછી ફેડરરે તેના વખાણ કર્યા હતા. ફેડરરે તેને ભવિષ્યનો સ્ટાર ખેલાડી કહ્યો છે.

Download Our B K News Today App



Related News