સૌરવ ગાંગુલીએ કોલકાતા ટેસ્ટમેચ જોવા બાંગ્લાદેશના પીએમને મોકલ્યું આમંત્રણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:37:12
  • Views : 411
  • Modified Date : 2019-10-22 17:37:12

બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ જોવાનું આમંત્રણ સ્વિકારી લીધું છે. BCCI ના નવ-નિર્વાચિત અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ   આ વાતની પુષ્ટિ કરી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 થી 26 નવેમ્બર સુધી ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.   ગાંગુલીએ કહ્યું  કે, પશ્ચિમ અકિલા બંગાળનાં મુખ્યમંત્રી અમતા બેનર્જીને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીનાએ આમંત્રણનો સ્વિકાર કર્યો છે. અમે પીએમ મોદી અને મુખ્યમંત્રી બેનર્જીને આમંત્રણ  મોકલશું. આ આમંત્રણ બીજી ટેસ્ટના પહેલા દિવસ માટે  હશે.   બાંગ્લાદેશ ભારત વિરૂદ્ધ જ તેની પહેલી ટેસ્ટ મેચ રમ્યું હતું. સૌરવ ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે, અમે બંને ટીમોના એ ખેલાડીઓને પણ આમંત્રણ  આપશું, જેઓ એ પહેલી મેચ રમી ચૂક્યા હોય.

Download Our B K News Today App



Related News