સૌરવ ગાંગુલીના આવતાં જ રવિ શાસ્ત્રીનું પત્તું કપાયું, સિલેક્શન મીટિંગમાં હવે ‘નો એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 15:05:51
  • Views : 437
  • Modified Date : 2019-10-18 15:05:51

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં જ પોતાની નવી પારી શરૂ કરવા જઈ રહ્યો છે. ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનના નવા અધ્યક્ષ તરીકે 23 ઓક્ટોબરે પોતાનો કાર્યભાર સંભાળશે. જો કે તે પહેલાં ગાંગુલીએ લોઢા કમિટીની ભલામણો અંગે સાફ કરી દીધું છે કે, ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી હવે સિલેક્શન કમિટીની બેઠકમાં ભાગ નહીં લઈ શકશે.બાંગ્લાદેશ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન 21 ઓક્ટોબર થવાનું હતું, પણ હવે આ તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ટીમનું ચયન 24 ઓક્ટોબરે થશે. 23 ઓક્ટોબરે ગાંગુલી બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે ખુરશી પર બેસશે. જો કે સિલેક્શન કમિટીની બેઠકમાં તે ભાગ નહીં લઈ શકે, પણ તેવામાં તે બેઠકથી પહેલાં સિલેક્શન કમિટીનાં સભ્યો સાથે વાતચીત કરી શકે છે. ટીમના ચયન દરમિયાન સિલેક્શન કમિટીના સભ્યો, કેપ્ટન વિરાટ કોહલી અને બોર્ડના સચિવ હાજર રહેશે. પણ રવિ શાસ્ત્રી માટે આ મીટિંગમાં નો એન્ટ્રી હશે.ગાંગુલી-શાસ્ત્રીમાં મતભેદ જગજાહેર છેટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનવા જઈ રહ્યો છે, ત્યારે સૌરવ ગાંગુલીના મતભેદની કહાની જગજાહેર છે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કોચ રહેલાં અનિલ કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે થયેલ મતભેદ બાદ કુંબલેએ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ કોહલીએ શાસ્ત્રીને કોચ બનાવવાની માગ કરી હતી. જેના પક્ષમાં ગાંગુલી હતો નહી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્રશાસકોની સમિતી અને સચિન તેંડુલકરના કારણે સૌરવ ગાંગુલીને પાછળ હટવું પડ્યું હતું. સૌરવ ગાંગુલી અનેકવાર શાસ્કત્રી સામે વિરોધ નોંધાવેલો છે.

Download Our B K News Today App



Related News