સૌરભ વર્મા વિયતનામ ઓપન બીડબ્લ્યુએફ ટૂર સુપર 100માં ચેમ્પિયન બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 16:04:47
  • Views : 536
  • Modified Date : 2019-09-15 16:04:47

સૌરભ વર્માએ ચીનના સુન ફી ઝીયાંગને 21-12, 17-21, 21-14થી હરાવી રવિવારે વિયતનામ ઓપન બીડબ્લ્યુએફ ટૂર સુપર 100 જીત્યો હતો. 11-4ની લીડ મેળવ્યા પછી સૌરભે 21-12થી પહેલી ગેમ જીતી હતી.બીજી ગેમમાં ચીનના ખેલાડીએ કમબેક કરીને મેચ જીવંત રાખી હતી, ત્યાર પછી બીજા ક્રમાંકિત ભારતીય ખેલાડીએ અંતિમ ગેમને 21-14થી જીતીને ટાઇટલ જીત્યું હતું.અગાઉ, સૌરભે જાપાનના મિનોરો કોગાને 22-20, 21-15થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજા ક્રમાંકિત સૌરભે 51 મિનિટની સેમિફાઇનલ મુકાબલામાં વર્લ્ડ નંબર 112 મિનોરુને પરાજિત કર્યો હતો. નેશનલ ચેમ્પિયન સૌરભે ગયા વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપન ટાઇટલ જીત્યા હતા.

Download Our B K News Today App



Related News