મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ લાગશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 17:26:12
  • Views : 462
  • Modified Date : 2023-03-02 17:26:12

મુંબઈ ક્રિકેટ એસોસિએશને આજે એક મોટો નિર્ણય લીધો છે. એસોસિએશન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ લગાવશે. સચિન 24 એપ્રિલે 50 વર્ષના થશે. સાથે જ આ વર્ષે નવેમ્બરમાં તેઓ નિવૃત્ત થયાના 10 વર્ષ થશે. નવેમ્બર 2013માં વાનખેડે સ્ટેડિયમમાં સચિને વેસ્ટઈન્ડિઝ સાથે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

MCA વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટરની સ્વર્ણ જયંતિ વર્ષ મનાવશે અને સ્ટેચ્યુ સેલિબ્રેશન આનો ભાગ હશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન સ્ટેચ્યુનું અનાવરણ 2023ના આઇસીસી વર્લ્ડ કપ વખતે કરવામાં આવશે. આને એમસીએ લાઉન્જની બહાર પ્લેટફોર્મ પર લગાવવામાં આવશે.

એમસીએ અધ્યક્ષ અમોલ કાલેએ જણાવ્યું હતું કે, વાનખેડે સ્ટેડિયમમાં પહેલીવાર કોઈનું સ્ટેચ્યુ લગાડવામાં આવશે. સ્ટેચ્યુ સચિનના ક્રિકેટમાં યોગદાનની યાદ અપાવશે. તેઓ ભારત રત્ન છે. મેં તેમની સાથે ત્રણ અઠવાડિયા પહેલા વાત કરી હતી અને તેમણે સહમતી આપી હતી.

સ્ટેચ્યુ બનવા પર સચિન તેંડુલકરે કહ્યું હતું કે, 'મને ખૂબ જ આનંદ છે. 1998માં વાનખેડેથી જ આ બધું શરૂ થયું હતું. મેં અહીં જ પહેલી રણજી ટ્રોફી મેચ રમી હતી. મારા પ્રોફેશનલ પ્લેયર બન્યા પહેલા અહીં જ કોચ આચરેકર સરે મને ફટકાર લગાવી હતી અને પછીથી જ હું એક સિરિયસ ક્રિકેટર બન્યો હતો. આ મારા માટે ખૂબ જ ખાસ જગ્યા છે. આ જગ્યા સાથે મારી ઘણી જ યાદો જોડાયેલી છે. વાનખેડે સ્ટેડિયમમાં મારું સ્ટેચ્યુ મુકાવું તે મોટી વાત છે.'

સચિન ભારતના બીજા એવા ક્રિકેટર હશે, જેમનું સ્ટેચ્યુ બનશે. અત્યાર સુધી માત્ર પૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સીકે નાયડુના ત્રણ અલગ-અલગ જગ્યાએ સ્ટેચ્યુ બન્યા છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ, નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમ અને આંધ્રમાં વીસીડીએ સ્ટેડિયમ સામેલ છે.

કર્નલ સીકે નાયડુએ ભારત માટે 7 ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય તેમણે 207 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં 11825 રન બનાવ્યા છે. 1936માં ભારત માટે છેલ્લી મેચ રમ્યા હતા.

2011નો વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ રમાઈ હતી. જ્યાં ભારતે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત પહેલી એવી યજમાન ટીમ બની હતી, જેણે વર્લ્ડ જીત્યો હતો. આની પહેલા કોઈ ટીમે પોતાની જમીન પર વર્લ્ડ કપ જીત્યો નહોતો. આ સાથે જ સચિન તેંડુલકરનો વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પુરું થઈ ગયું હતું.

ભારતના પૂર્વ બેટર અને અત્યારના હેડ કોચ રાહુલ દ્રવિડના નામથી પણ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એક દિવાલ છે, જેમાં ત્રણ શબ્દો લખાયેલા છે. કમિટમેન્ટ, ક્લાસ અને કંસિસ્ટેન્સી. આ ત્રણ શબ્દો દ્રવિડની પર્સનાલિટીને બખૂબી રીતે બતાવે છે. રાહુલ દ્રવિડને 'ધ વોલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

Download Our B K News Today App



Related News