શ્રીલંકા સામેની T-20 સીરિઝથી બુમરાહ અને ધવન કમબેક કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 13:10:35
  • Views : 513
  • Modified Date : 2019-12-24 13:10:35

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચાર મહિના બાદ  ટીમમાં કમબેક થશે. તેને શ્રીલંકા સામેની T-20 અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની T-20 સીરિઝમાં શિખર ધવનને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જયારે ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા  વિન્ડીઝ સામેની વનડે સીરિઝમાં મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો.ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં  વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, આર પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી.તેમજ શ્રીલંકા સામેની ટી 20 સીરિઝ માટે ભારતીય ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન, આર પંત, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ અને વોશિંગ્ટન સુંદરનો ચીફ એમ.એસ.કે પ્રસાદે સોમવારે જાન્યુઆરીમાં રમાનાર બંને સીરિઝની માહિતી આપી હતી. બુમરાહ વેસ્ટ ઇન્ડિઝ સામે ઓગસ્ટમાં રમાયેલી ટેસ્ટ સીરિઝ પછી ઇજાના કારણે ટીમની બહાર થયો હતો. તે વેસ્ટ ઇન્ડિઝ સામેની વિશખાપટ્ટનમ ખાતેની વનડે પહેલા ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.ભારતની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત છે, આગામી 6-7 વર્ષ સુધી સમસ્યા નહીં થાય પ્રસાદે કહ્યું કે, " ભારતની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત છે. આગામી 6-7 વર્ષ સુધી ટીમને કોઈપણ ફોર્મેટમાં સમસ્યા નહીં થાય." ધવન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેને ઘૂંટણમાં ઇજા થઇ હતી. તે પછી ધવન વિન્ડીઝ સામે વનડે અને T-20 સીરિઝમાં ભાગ લઇ શક્યો નહોતો. ભારતીય ટીમ શ્રીલંકા સામે 5,7 અને 10 જાન્યુઆરીના રોજ T-20 રમશે. તે પછી 14થી 19 જાન્યુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે રમશે.પંતની કીપિંગ સુધારવા ટીમ સાથે સ્પેશ્યાલિસ્ટ જોડાશે. પ્રસાદે કહ્યું કે, 'ઋષભ પંતની કીપિંગ સુધારવા એક સ્પેશ્યાલિસ્ટ ટીમ સાથે જોડાશે. તેને કીપિંગમાં સુધારો કરવાની જરૂર છે.' પંત આ પહેલા કિરણ મોરે સાથે કામ કરી ચૂક્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ વનડેમાં કટક ખાતે તેની કીપિંગની ટીકા થઇ હતી. તેણે બે કેચ છોડ્યા હતા.

Download Our B K News Today App



Related News