એશિયા કપ માં શ્રીલંકાએ ભારતને પરાજય આપ્યો.

  • Published By :
  • Published Date : 2022-09-07 14:53:45
  • Views : 240
  • Modified Date : 2022-09-07 14:53:45

એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈ ખાતે રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટે પાર પાડી લીધો હતો. શ્રીલંકાના ઓપનર્સ પથુમ નિસાંકા  અને કુસલ મેન્ડિસે શ્રીલંકાની જીતમાં પાયો નાખ્યો હતો. તો કેપ્ટન દાસુન શાનાકાએ 18 બોલમાં 33 રન ફટકાર્યા હતા. તો ભાનુકા રાજપક્ષેએ 25 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે છેલ્લી ઓવરમાં રનઆઉટ મિસ કર્યો હતો. અર્શદીપ સિંહે છેલ્લી ઓવર કમાલની નાખી હતી. તે જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે તેને 6 બોલમાં 7 રન ડિફેન્ડ કરવાના આવ્યા હતા. તે છેલ્લા 2 બોલ સુધી મેચને ખેંચી ગયો હતો. જોકે તેણે નાખેલી 19.5 ઓવરના બોલને રમવામાં શનાકા નિષ્ફળ રહ્યો હતો. જોકે સામે છેડે રહેલા ભાનુકા રાજપક્ષે રન લેવા માટે દોડી ગયો હતો. આ દરમિયાન બોલ વિકેટકીપર રિષભ પંતના હાથમાં હતો. તેણે થ્રો કર્યો હતો, પરંતુ તે રાજપક્ષેને રનઆઉટ કરી શક્યો નહોતો અને શનાકા અને રાજપક્ષેએ 2 રન દોડીને શ્રીલંકાને જિતાડી દીધું હતું.શ્રીલંકામાં સામે મળેલી હાર બાદ ભારત આ એશિયા કપમાંથી લગભગ બહાર ફેંકાય ગયુ છે

Download Our B K News Today App



Related News