સ્પેને 13 વર્ષ પછી બાસ્કેટબોલ વર્લ્ડ કપ જીત્યો, બે વાર ચેમ્પિયન બનનાર પાંચમો દેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 15:17:45
  • Views : 484
  • Modified Date : 2019-09-16 15:17:45

સ્પેને આર્જેન્ટિનાને હરાવીને ફીબા બાસ્કેટબોલ વર્લ્ડકપ જીતી લીધો હતો. ચીનમાં રમવામાં આવેલી ટૂર્નામેન્ટમાં સ્પેને આર્જેન્ટિનાને 95-75ના અંતરથી હરાવ્યું હતું. સ્પેન 13 વર્ષ પછી ચેમ્પિયન બન્યું છે, તેણે આ પહેલા 2006માં જાપાનમાં ચેમ્પિયન બન્યું હતું. તે બે વખત વર્લ્ડ કપ જીતનાર પાંચમું દેશ બન્યું છે. તેની પહેલા યુગોસ્લાવિયા અને અમેરિકાએ 5-5 વાર ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સોવેત યુનિયન 3 અને બ્રાઝિલ 2 વાર ચેમ્પિયન બન્યું છે. સ્પેન માટે રિકી રુબિયોએ સૌથી વધુ 20 પોઈન્ટ્સ મેળવ્યા હતા. જયારે માર્ક ગેસોલે 14 પોઇન્ટ મેળવ્યા હતા.ગેસોલ અને રુડી બીજી વાર ચેમ્પિયન બન્યા, બંને 2006માં ચેમ્પિયન બનનાર ટીમના પણ સદસ્ય હતા.આર્જેન્ટિના 2002માં પણ ફાઇનલ હાર્યું હતુંઆર્જેન્ટિના 2002માં પણ ફાઇનલમાં હાર્યું હતું. ત્યારે તેને યુગોસ્લાવિયાએ હરાવ્યું હતું. આર્જેન્ટિના છેલ્લે 1950માં ચેમ્પિયન બન્યું હતું. ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને 67-59થી હરાવ્યું હતું. ફ્રાન્સ 2014માં પણ ત્રીજા સ્થાને રહ્યું હતું.

Download Our B K News Today App



Related News