દક્ષિણ આફ્રિકાનો ઓપનર એડન માર્કરામ ઇજાના લીધે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 14:19:02
  • Views : 437
  • Modified Date : 2019-10-17 14:19:02

દક્ષિણ આફ્રિકાનો ઓપનર એડન માર્કરામ ઇજાના લીધે ભારત સામેની રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થયો છે. તેને બીજી ટેસ્ટ દરમિયાન જમણા કાંડા (રિસ્ટ)માં ઇજા થઇ હતી. રિપોર્ટ્સ કરાવવા પર ખબર પડી છે કે તેને ફ્રેક્ચર થયું છે અને અંતિમ ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં આઉટ થયા પછી માર્કરામે કોઈ ઓબ્જેક્ટ (વસ્તુ) પર હાથ પછાડ્યો હતો અને તેથી તેને આ ઇજા થઇ હતી.માર્કરામે કહ્યું કે, "આ રીતે ઘરે જવું નિરાશાજનક છે. મેં જે કર્યું તે ખોટું છે અને હું આ માટેની જવાબદારી લઉં છું. દક્ષિણ આફ્રિકાના ખેલાડી તરીકે મારુ આવું વર્તન યોગ્ય નથી. હું આ માટે કોઈ બહાનું આપવા માંગતો નથી અને ભવિષ્યમાં આવી ભૂલ રિપીટ નહીં કરું. મેં આ માટે ટીમની માફી માગી છે." માર્કરામ ગુરુવારે સવારે દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયો હતો.

Download Our B K News Today App



Related News