દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસેઃ વન-ડે ટીમ જાહેર કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 12:29:09
  • Views : 627
  • Modified Date : 2020-03-03 12:29:09

દક્ષિણ આફ્રિકાએ પોતાના ભારત પ્રવાસ માટે ૧૫ સભ્યોની ત્રણ વન-ડે મેચોની સીરીઝ માટેની ટીમ જાહેર કરી છે. જેમાં પૂર્વ કેપ્ટન ડુપ્લેસી અને ડસનનો સમાવેશ કરાયો છે. આમ આ બંનેને ઘરઆંગણે ચાલી રહેલ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની વન-ડે સીરીઝમાં આરામ અપાયેલ. ત્યારે દક્ષિણ આફ્રિકાની કપ્તાની ડીકોકને સોંપાઈ છે. આમ ભારત સામેની પ્રથમ વન-ડે ૧૨ માર્ચે ધર્મશાળા, બીજી મેચ ૧૫ માર્ચે લખનૌ અને ત્રીજી મેચ ૧૮ માર્ચે કોલકત્તા ખાતે રમાશે. આમ દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડી'કોક (કેપ્ટન), બવુમા, ડસન, ડુપ્લેસી, વેરેન, હેનરીક, ડેવીડ મીલર, જેજે સ્મટ્સ, ફેહલુકવાયો, એનગીડી, સિપામ્લા, હેન્ડ્રીકસ, નોટર્જે, લીન્ડે અને કેશવ મહારાજ સહિતના ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

Download Our B K News Today App



Related News