સ્મૃતિ મંધાના સતત 10 વનડે રનચેઝમાં 50+ રન કરનાર વર્લ્ડની પ્રથમ પ્લેયર બની, મેન્સ ક્રિકેટમાં પણ કોઈ આવું કરી શક્યું નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:59:08
  • Views : 369
  • Modified Date : 2021-03-09 15:59:08

    ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે મંગળવારે સાઉથ આફ્રિકાની ટીમને લખનઉ ખાતે 9 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં ભારતે સાઉથ આફ્રિકાને 157 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 28.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને ભારતે 5 વનડેની શ્રેણી 1-1થી બરાબર કરી છે.ઓપનર સ્મૃતિ મંધાનાએ મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે સતત 10 વનડે રનચેઝમાં 50+ સ્કોર કરનાર વર્લ્ડની પ્રથમ પ્લેયર બની છે. મેન્સ ક્રિકેટના ઇતિહાસમાં પણ કોઈ આ સિદ્ધિ મેળવી શક્યું નથી.

    ભારતીય ટીમ 2018થી વનડેમાં રનચેઝમાં ઊતરી હોય ત્યારે સ્મૃતિનું બેટ 10માંથી 10 વાર બોલ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેણે ક્યારેય રનચેઝમાં 50થી ઓછો સ્કોર કર્યો નથી. આ 10 ઇનિંગ્સમાં તેણે 123.83ની એવરેજથી 743 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 105 રનનો રહ્યો છે. તેણે આ છેલ્લા ત્રણ વર્ષમાં વનડેમાં રનચેઝ કરતી વખતે: 67, 52, 86, 53*, 73*, 105, 90*, 63, 74 અને 80* રન બનાવ્યા છે.

    ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં ભારતે સાઉથ આફ્રિકાની ટીમને 157 રનમાં ઓલઆઉટ કરી હતી. ટીમ ઇન્ડિયા વતી સીનિયર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ 4, ઓફ-સ્પિનર રાજેશ્વર ગાયકવાડે 3, માનસી જોશીએ 2 અને હરમનપ્રીત કોરે 1 વિકેટ ઝડપી.ભારતે રનચેઝમાં જેમિમાહ રોડ્રિગ્ઝની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. તે 9 રનના વ્યક્તિગત સ્કોરે એસ. ઇસ્માઇલની બોલિંગમાં બોલ્ડ થઈ હતી. જોકે, તે પછી સાઉથ આફ્રિકાની ટીમને કોઈ સફળતા મળી નહોતી. સ્મૃતિ અને પૂનમ રાઉતે બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી.ભારતે રનચેઝમાં જેમિમાહ રોડ્રિગ્ઝની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. તે 9 રનના વ્યક્તિગત સ્કોરે એસ. ઇસ્માઇલની બોલિંગમાં બોલ્ડ થઈ હતી. જોકે, તે પછી સાઉથ આફ્રિકાની ટીમને કોઈ સફળતા મળી નહોતી. સ્મૃતિ અને પૂનમ રાઉતે બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી.

Download Our B K News Today App



Related News