સિંધુ અને સાઈના મલેશિયા માસ્ટર્સ ટૂર્નામેન્ટના ક્વાર્ટફાઇનલમાં પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 17:54:21
  • Views : 575
  • Modified Date : 2020-01-09 17:54:21

ભારતીય શટલર્સ સાઈના નહેવાલ અને પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટફાઇનલમાં પહોંચી ગયા છે. કુઆલાલંપુરમાં ગુરુવારે સાઈનાએ કોરિયાની આન સે યંગને સીધા સેટમાં 25-23, 21-12થી 39 મિનિટમાં હરાવી હતી. પીવી સિંધુએ બીજા રાઉન્ડમાં આયા ઓહોરીને 21-10, 21-15થી હરાવી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં સમીર વર્મા હારીને ટૂર્નામેન્ટની બહાર થયો હતો.મલેશિયાના વર્લ્ડ નંબર 14 લી જી જિયાએ નંબર 33 સમીરને સીધા સેટમાં 21-19, 22-20થી હરાવ્યો હતો. બંને વચ્ચે આ ચોથી મેચ હતી. કુલ સમીરે એકમાં જીત મેળવી, જ્યારે ત્રણમાં હારનો સામનો કર્યો હતો. સાઈના અને યંગ વચ્ચે બે મેચ રમાઈ છે. બંનેએ એક-એક મેચ જીતી છે. સિંધુએ ઓહોરી સામે રમેલી તમામ (9) મેચ જીતી છે. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સાઈનાએ પહેલા રાઉન્ડમાં લિયાને ટાનને 21-15, 21-17થી હરાવી હતી. સમીરે પોતાની પ્રથમ મેચમાં થાઈલેન્ડના કાંતાફોન વાન્ગચરોનને સીધા સેટમાં 21-16, 21-15થી માત આપી હતી.

Download Our B K News Today App



Related News