સિંગાપુરે ઝિમ્બાબ્વેને હરાવ્યું, આઈસીસીના ફૂલ ટાઈમ મેમ્બર સામે પહેલીવાર જીત મેળવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:55:35
  • Views : 464
  • Modified Date : 2019-10-04 13:55:35

સિંગાપુર ક્રિકેટ ટીમે રવિવારે ઝિમ્બાબ્વેને 4 રને હરાવ્યું હતું. ત્રણ દેશોની ટ્રાઈ સીરિઝની ત્રીજી ટી-20માં ઝિમ્બાબ્વેને 4 રને હરાવ્યું હતું. વરસાદના લીધે મેચ 18 ઓવરની કરવામાં આવી હતી. સિંગાપુરે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 181 રન કર્યા, જવાબમાં ઝિમ્બાબ્વે 177 રન જ કરી શક્યું હતું. સિંગાપુર આઈસીસીના ફૂલ ટાઈમ મેમ્બર સામે પ્રથમ વાર મેચ જીત્યું હતું.સી વિલિયમ્સે 35બોલમાં 66 રન કર્યા. સિંગાપુરના ઇન્ડિયન એસોસિયેશન ગ્રાઉન્ડ પર યજમાન ટીમ માટે ટિમ ડેવિડ અને મનપ્રીત સિંહે 41-41 રનની ઇનિંગ્સ રમી હતી. તે ઉપરાંત રોહન રંગરાજને 39 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે રયાન બર્લે 3 અને રિચર્ડ નગારાવાએ 2 વિકેટ લીધી હતી.લક્ષ્યનો પીછો કરવા ઉતરી ઝિમ્બાબ્વેની ટીમની શરૂઆત સારી રહી હતી. તેમણે એક સમયે 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 142 રન કર્યા હતા. જોકે તે પછી સતત વિકેટ ગુમાવતા તેઓ ટાર્ગેટ ચેઝ કરી શક્યા ન હતા. તેમના માટે સીન વિલિયમ્સે 35 બોલમાં 5 ચોક્કા અને પાંચ છગ્ગાની મદદથી 66 રન કર્યા હતા. ઓપનર રેગિસ ચકાવાએ 19 બોલમાં 48 રન કર્યા હતા. વિલિયમ્સ ટીમનો સ્કોર 163 રન હતો ત્યારે આઉટ થયો હતો, તે પછી ટીમ ચેઝ કરી શકી ન હતી અને જીતથી ચાર રન દૂર રહી હતી.

Download Our B K News Today App



Related News