વ્હાઈટ સ્કર્ટ પહેરીને સ્ટેડિયમમાં બેઠેલી છોકરી જોઈને ઝાલ્યો ન રહ્યો શુભમન, આપ્યું આવું રીએક્શન, તસવીર વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 17:09:37
  • Views : 501
  • Modified Date : 2023-03-13 17:09:37

ભારતીય ક્રિકેટમાં વિરાટ બાદ જો કોઇ ખેલાડીની સૌથી વધુ ચર્ચા થઇ રહી હોય તો તે છે શુભમન ગિલ. તાજેતરમાં જ તેણે ન્યૂઝીલેન્ડ સામે વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી અને અમદાવાદમાં સદી ફટકારી હતી ત્યારે તેને ટેસ્ટમાં કેએલ રાહુલના સ્થાને તક મળી હતી. સારા તેંડુલકર અને સારા અલી ખાનને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. જો કે આ વખતે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેને ફેન્સ ગિલની મિસ્ટ્રી ગર્લ કહી રહ્યા છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે પણ મેદાન પર આવી જ એક ઘટના જોવા મળી હતી. જે બાદ ફેન્સ પણ ઘણા કન્ફ્યૂઝ જોવા મળ્યા હતા. સ્ટેડિયમમાં બેઠેલી એક સુંદર યુવતીનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. આ છોકરી કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી કમ નથી લાગી રહી.જે બાદ તેને સોશિયલ મીડિયા પર શુભમન ગિલની મિસ્ટ્રી ગર્લના નામ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. વાયરલ થઇ રહેલી તસવીરમાં યુવતી સફેદ સ્કર્ટમાં સ્ટેડિયમની વચ્ચે બેસીને મેચની મજા માણી રહી છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે આ છોકરી કોણ છે.રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરનાર શુભમન ગિલે શાનદાર સદી રમી હતી. શુભમન ગિલે 235 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.

Download Our B K News Today App



Related News