શિવ થાપા અને પૂજા રાણીએ ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા, આશિષે સિલ્વર મેડલ જીત્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 14:42:29
  • Views : 435
  • Modified Date : 2019-10-31 14:42:29

ભારતના બોક્સર શિવ થાપા અને પૂજા રાણીએ ટોક્યોમાં ગુરુવારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારે આશિષને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ચાર વખત એશિયન મેડલ જીતનાર શિવને 63 કિલોગ્રામ વેઈટીંગ લિફ્ટમાં કઝાકિસ્તાનના રાષ્ટ્રીય ચેમ્પિયન અને એશિયાઈ બોન્ઝ મેડલ વિજેતા સાનટાલી ટોલકાયેવને 5-0 થી હરાવ્યો હતો. તે રાષ્ટ્રીય ચેમ્પિયન છે. શિવ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચુક્યા છે.બીજીબાજુ ભૂતપુર્વ એશિયન ગેમ્સ બ્રોન્ઝ મેડલ વિજેતા પૂજાએ ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કરને હરાવી હતી. તેણે આ વર્ષ એશિયન ચેમ્પિયનમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. બીજીબાજુ આશિષે 69 કિલોગ્રામ વેઈટલિફ્ટીંગમાં જાપાનના સેવોન ઓકાજાવાને હરાવ્યો હતો.આ અગાઉ ટૂર્નામેન્ટમાં ભૂતપુર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન નિખત જરીને 51 કિલોગ્રામ અને સિમરનજીત કૌરે 60 કિલોગ્રામ વેઈટીંગ વર્ગમાં બોન્ઝ મેડલ મેળવ્યો હતો. પુરુષ વર્ગમાં વહલિંપુઈયાએ 75 કિલોગ્રામ અને એશિયન સિલ્વર મેડલ વિજેતા સુમિત સાંગવાને 91માં કિલોગ્રામ વેઈટીંગ વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Download Our B K News Today App



Related News