સ્કેલોનીને આર્જેન્ટિનાના મુખ્ય કોચ તરીકે ચાલુ રખાશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 18:14:06
  • Views : 445
  • Modified Date : 2022-12-28 18:14:06

આર્જેન્ટિનાના ફૂટબોલ ચીફ ક્લાઉડિયો તાપિયાનું કહેવું છે કે તેમને વિશ્વાસ છે કે અલ્બિકેલ્સ્ટેની વર્લ્ડ કપ જીત્યા બાદ લિયોનેલ સ્કેલોની રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકે જારી રહેશે.
સ્કાલોનીનો કોન્ટ્રાક્ટ 31મી ડિસેમ્બરે પુરો થઈ રહ્યો છે, પણ આર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન (એએફએ) 44 વર્ષીય સ્કેલોની સાથે ચાર વર્ષનો નવો કરાર ઈચ્છે છે. "મને કોઈ શંકા નથી કે તે આર્જેન્ટિનાની ટીમના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. અમે બંને અમારા શબ્દોમાં મક્કમ છીએ, અમે હાથ મિલાવ્યા, અમે એકબીજાને હા પાડી. હાલ તે મુસાફરી કરી રહ્યો છે પરંતુ જેવો તે પાછો આવે કે તરત જ અમે તેને આખરી ઓપ આપવા માટે તૈયાર છીએ. સ્કાલોનીએ 2018ના વર્લ્ડ કપ બાદ જોર્જ સામ્પાઓલીની હકાલપટ્ટી બાદ વચગાળાના ધોરણે આર્જેન્ટીનાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. 

Download Our B K News Today App



Related News