સરકાર દરરોજ 110 કરોડનું દેવું કરીને આટલા કરોડનું વ્યાજ ચૂકવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 15:57:57
  • Views : 514
  • Modified Date : 2019-07-10 15:57:57

ગુજરાત સરકાર નાગરીકો પાસેથી જે ગતિએ ટેક્સ વસૂલે છે તેની બેવડી ગતિથી દેવુ પણ કરી રહી છે. વર્ષ ૧૯-૨૦માં સરકાર રૂ.૪૦,૩૨૮ કરોડનું નવુ દેવુ કરશે તેના ૫૦ ટકાથી વધારે અર્થાત રૂ.૨૧,૫૦૯.૩૯ કરોડ જેટલી રકમ તો વ્યાજપેટે ચૂકવશે.જેને ૩૬૫ દિવસોમાં વિભાજીત કરતા સરકાર દરરોજ રૂ.૧૧૦.૪૯ કરોડનું નવુ દેવુ કરીને તેમાંથી રૂ.૫૮.૯૩ કરોડ માત્ર વ્યાજપેટે ચૂકવશે. તેમ સરકારના આર્થિક સામાજિક વહિવટી સંચાલન સંદર્ભે ‘પાથેય’ સંસ્થાના પૃથ્થકરણ અહેવાલમાં કહેવાયુ છે.૩૧ માર્ચના રોજ પૂર્ણ થયેલા વર્ષ ૧૮-૧૯માં રૂ.૪૧,૫૦૦ કરોડનું દેવું હતુ. જેની સામે રૂ.૨૦,૩૩૯.૮૭ કરોડ વ્યાજ ચૂકવ્યું હતું. ૧લી એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકિય વર્ષે કુલ જાહેર દેવાના ૫૦ ટકાથી વધારે વ્યાજપેટે ચૂકવશે.નાણા વિભાગના રિપોર્ટ મુજબ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ રૂ.૨,૪૦,૬૫૨ કરોડને પાર કરી ચૂક્યુ છે. ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ તેમાં વધારે થઈને રૂ.૨,૬૬,૯૯૦ કરોડે પહોંચી જશે. આ ગતિએ માર્ચ ૨૦૨૧ના અંતે રૂ.૨,૯૯,૯૯૦ કરોડ અને હાલની ભાજપ સરકાર પાંચ વર્ષની ટર્મ પુર્ણ કરશે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨ને અંતે દેવુ વધીને રૂ.૩,૩૪,૯૯૦ને આંબશે

આ રીતે દેવું કરીને ગાલ લાલ રાખશે

  • વાર્ષિક રૂ.૪૦,૩૨૮ કરોડનું દેવું કરીને રૂ.૨૧,૫૦૯.૩૯ કરોડનું વ્યાજ ચુકવાશે
  • માહિને રૂ.૩,૩૬૦.૬૬ કરોડનું દેવુ કરીને રૂ.૧૭૯૨.૪૫ કરોડનું વ્યાજ ચુકવાશે
  • દરરોજ રૂ.૧૧૦.૪૦ કરોડનું દેવું કરીને રૂ.૫૮.૯૩ કરોડનું વ્યાજ ચુકવાશે.

Download Our B K News Today App



Related News