સચિન તેંડુલકર, બ્રાયન લારા, મુથૈયા મુરલીધરન સહિત 110 નિવૃત ક્રિકેટર્સ નવી ટી-20 ટૂર્નામેન્ટમાં ભાગ લેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 12:30:25
  • Views : 527
  • Modified Date : 2019-10-16 12:30:25

રોડ સેફટીને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ 'રોડ સેફટી વર્લ્ડ સીરિઝ' તરીકે ઓળખાશે. સચિન તેંડુલકર, બ્રાયન લારા, વિરેન્દ્ર સેહવાગ, મુથૈયા મુરલીધરન, જેક કાલિસ, બ્રેટ લી, શિવનારાયણ ચન્દ્રપોલ અને અન્ય દિગ્ગજ નિવૃત ક્રિકેટર્સે આમાં ભાગ લેવાના છે.મુંબઈમાં રમાશે. ટૂર્નામેન્ટની પહેલી સીઝન 2થી16 ફેબ્રુઆરી દરમિયાન મુંબઈમાં રમાશે. તેમાં 5 ટીમો: ઇન્ડિયા લેજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સ, શ્રીલંકા લેજેન્ડ્સ, સાઉથ આફ્રિકા લેજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લેજેન્ડ્સ ભાગ લેશે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર 110 નિવૃત ક્રિકેટર્સે તેમાં ભાગ લેવા માટે હા પાડી છે અને ટી-20 ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ રમાશે. મહારાષ્ટ્ર સરકારનું રોડ સેફટી ગ્રુપ અને પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ આ ટૂર્નામેન્ટના પ્રમોટર્સ છે. તેમનું પ્લાનિંગ આગામી 10 વર્ષ માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું છે.નિવૃત્તિ પછી સચિન ત્રીજી વાર રમશે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે 2013માં નિવૃત્તિ લીધી હતી. તે પછી તેઓ 2014માં રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વિરુદ્ધ MCC માટે રમ્યા હતા. તેમજ 2015માં યુએસએમાં શેન વોર્નની ટીમ વિરુદ્ધ ત્રણ એક્ઝિબિશન મેચમાં રમ્યા હતા. હવે તેઓ ત્રીજી વાર મેદાન પર રમતા દેખાશે.

Download Our B K News Today App



Related News