સચિનને લોરેસ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ માટે પસંદગી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-18 13:45:29
  • Views : 548
  • Modified Date : 2020-02-18 13:45:29

સચિન તેંડુલકરને 2011 વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે મંગળવારે લોરેસ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ મળ્યો હતો. સચિનની આ મોમેન્ટને "કેરીડ ઓન ધ શોલ્ડર્સ ઓફ અ નેશનલ' શીર્ષક આપવામાં આવ્યું છે. તે સાથે જ સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી અને ફોર્મુલા વન ડ્રાઈવર લુઈસ હેમિલ્ટનને સંયુક્તપણે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો.ફાઇનલ જીત્યા પછી ખેલાડીઓએ સચિનને ખભે બેસાડીને મેદાન પર 'લેપ ઓફ ઓનર' લગાવ્યો હતો. આ તસ્વીરને સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ માટે સૌથી વધુ વોટ મળ્યા હતા. તે સચિનનો છઠો વર્લ્ડ કપ હતો. તે પહેલા સચિન 2003ની ફાઇનલમાં રમ્યો હતો, પરંતુ ત્યારે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.લોરેસ એવોર્ડ માટે 20 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું. 6 વારના ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયન હેમિલ્ટન અને 6 વારના ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર મેસી વચ્ચે વોટિંગનો મુકાબલો ટાઈ થયો હતો. લોરેસ એવોર્ડના 20 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે. તે પછી સ્પોર્ટીંગ જ્યૂરીએ બંનેને સંયુક્તપણે એવોર્ડ આપ્યો હતો. મેસી આ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર છે.લોરેસ એવોર્ડ શું છે?આ રમતની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંથી એક છે. 1999માં લોરેસ સ્પોટ ફોર ગુડ ફાઉન્ડેશનના ડેમલર અને રિચીમોન્ટે આની શરૂઆત કરી હતી. સૌથી પહેલા 25 મે 2000ના રોજ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. તેમાં 13 અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડમાં પ્રમુખ કેટેગરી લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધયર, લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર, લોરેસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર, લોરેસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર અને લોરેસ બ્રેકથ્રુ ઓફ ધ યરનો એવોર્ડ છે.

Download Our B K News Today App



Related News