રશિયા 2026 ફિફા વર્લ્ડ કપમાં ભાગ લઇ શકે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 18:04:09
  • Views : 467
  • Modified Date : 2022-12-28 18:04:09

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન (ફિફા) જો રશિયા એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (એએફસી)માં જોડાય તો 2026ના વર્લ્ડ કપના ક્વોલિફાયર્સમાં ભાગ લેવાથી રશિયાને અટકાવશે નહીં.
રશિયન ફૂટબોલ ફેડરેશન (આરએફયુ)ના પ્રમુખ એલેકઝાન્ડર ડુકોવે જણાવ્યું હતું કે એએફસીમાં ભાગ લેવા અંગે અંતિમ નિર્ણય મંગળવારે એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીમાં લેવામાં આવશે. વર્ષ 2026માં ફિફા વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં યોજાશે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ નિર્ણય પોઝિટીવ રહેશે તો રશિયા પાસે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે જરુરી તમામ દસ્તાવેજો જમા કરાવવાની ડેડલાઈન 31 ડિસેમ્બર હશે.
યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ફિફા અને યુરોપિયન ફૂટબોલ ફેડરેશને રશિયાને તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી સસ્પેન્ડ કર્યા બાદ મોસ્કોએ એએફસીમાં જોડાવા અંગે વિચારણા શરૂ કરી હતી.
અગાઉ ડિસેમ્બરમાં ઓલિમ્પિક સમિટમાં સંમતિ સધાઈ હતી કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ઓલિમ્પિક ચાર્ટર અને પ્રતિબંધોનું સન્માન કરનારા રશિયા અને બેલારુસના એથ્લીટ્સને એશિયન ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવી જોઈએ.

Download Our B K News Today App



Related News