ઇન્દોર ટેસ્ટ બાંગ્લા પર ભારતની ઈનિંગ્સ અને ૧૩૦ રને ભવ્ય જીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 12:58:14
  • Views : 551
  • Modified Date : 2019-11-17 12:58:14

ભારતીય ક્રિકેટ ટીમે ઓપનિંગ બેટ્‌સમેન મંયક અગ્રવાલની શાનદાર બેવડી સદી અને ત્યારબાદ બોલરોની શાનદાર બોલિંગની મદદથી આજે ઇન્દોર ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી બાંગ્લાદેશ પર એક ઇનિગ્સ અને ૧૩૦ રને જીત મેળવી હતી. આની સાથે જ બાગ્લાદેશ પર શ્રેણીમાં
૧-૦ની લીડ મેળવી હતી. બાગ્લાદેશની ટીમના બેટ્‌સમેનો  બંને ઇનિગ્સમાં ભારતીય બોલરોની સામે સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. ભારતીય બોલરોની જારદાર લાઇન અને લેન્થ સાથે કરવામાં આવેલી બોલિંગ સામે બાંગ્લાદેશના ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો હતો. બંને ઇનિગ્સમાં બાંગ્લાદેશના ખેલાડી મોટા સ્કારને બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. રહીમે લડાયક ૬૪ રન કર્યા હતા. મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી પ્રવાસી ટીમ પ્રથમ ઇનિગ્સમાં માત્ર ૧૫૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ભારતે પ્રથમ ઇનિગ્સમાં છ વિકેટ ગુમાવીને ૪૯૩ રન કર્યા હતા. જેના કારણે ભારતીય ટીમને પ્રથમ ઇનિગ્સમાં ૩૪૩ રનની લીડ મળી ગઇ હતી. ત્યારબાદ ત્રીજા દિવસે ટીમ ઇÂન્ડયાની ટીમે બાગ્લાદેશને બીજી ઇનિગ્સમાં ૬૯.૨ ઓવરમાં ૨૧૩ રનમાં પેવેલિયન ભેગી કરી દેતા ભારતીય ટીમે આ ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૩૦ રને જીતી લીધી હતી. ભારત માટે પ્રથમ ઇનિગ્સમાં ત્રણ વિકેટ લેનાર મોહમ્મદ શમી બીજી ઇનિગ્સમાં ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે અશ્વીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશને બે વિકેટ મળી હતી. આ પહેલા આજે મોહમ્મદ શમીએ બાગ્લાદેશના ઓર્ડરને સસ્તામાં પેવેલિયન ભેગા કરીને ભારતની જીત નક્કી કરી દીધી હતી. પ્રથમ ઇનિગ્સમાં ખરાબ દેખાવ કર્યા બાદ બાગ્લાદેશની ટીમ બીજા દાવમાં પણ કંગાળ દેખાવ કર્યો હતો. લિટન દાસ અને રહીમે ૬૩ રનની ભાગીદારી નોંધાવી હતી. મયંક બાદ શમીએ જારદાર દેખાવ કર્યો હતો. આજની રમતની મુખ્ય વિશેષતા ભારતીય બોલરોની જારદાર બોલિંગ રહી હતી. ટેસ્ટમાં મંયક બેટિંગમાં છવાયેલો રહ્યો હતો. ઇન્દોર ખાતે રમાઈ રહેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેÂમ્પયનશીપના બીજા દિવસે ભારતીય ટીમે તેની Âસ્થતિ અત્યંત મજબૂત બનાવી લીધી હતી. અને તેની જીત ગઇકાલે જ નક્કી થઇ ગઇ હતી. કારણ કે બાંગ્લાદેશના બેટ્‌સમેનો ભારતીય ટીમને જંગી જુમલો ખડકવાથી રોકી શક્યા ન હતા.  પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ ૧૫૦ રન
 બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં ભારતીય ટીમે આજે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે મયંક અગ્રવાલના ૨૪૩ રનની મદદથી છ વિકેટે ૪૯૩ રન
બનાવી લીધા હતા.  આ ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલ છવાયેલો રહ્યો  હતો. મયંક અગ્રવાલે ૩૩૦ બોલમાં ૨૮ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૨૪૩ રન બનાવ્યા હતા.  ભારત તરફથી વિરાટ કોહલી શૂન્ય રનમાં એલબીડબલ્યુ આઉટ થતાં ક્રિકેટ ચાહકોમાં સોપો પડી ગયો હતો. હાલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે ટ્‌વેન્ટી-૨૦ શ્રેણીમાં પણ જીત મેળવી હતી. ભારતે ટ્‌વેન્ટી શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. હવે ટેસ્ટ શ્રેણીમાં પણ લીડ મેળવી લીધી છે. આ ટેસ્ટમાં ભારતે તમામ ક્ષેત્રોમાં શાનદાર દેખાવ કર્યો હતો. ટીમ ઇÂન્ડયા હવે શાનદાર દેખાવને જાળવી રાખવા માટે આશાવાદી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારત તરફથી તમામ ખેલાડીઓએ ઉપયોગી ભૂમિકા અદા કરી હતી. ખાસ કરીને બોલરોએ પણ જારદાર દેખાવ કર્યો હતો. ભારતે આજે બીજા દાવ છ વિકેટે ૪૯૩ રન કરીને ડિકલેર કર્યા બાદ ટીમ ઈÂન્ડયા તરફથી બોલરોએ જારદાર દેખાવ કર્યો હતો. બોલરોએ બાંગ્લાદેશના ખેલાડીઓને સસ્તામાં ેપેવેલિયન ભેગા કર્યા હતા.

Download Our B K News Today App



Related News