રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડિરેક્ટરે કહ્યું- વિરાટ કોહલી જ કેપ્ટન રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 15:26:04
  • Views : 470
  • Modified Date : 2019-09-20 15:26:04

 આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ટીમ ડિરેક્ટર માઈક હેસને સ્પષ્ટ કર્યું છે કે, ટીમ મેનેજમેન્ટ વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવવા અંગે વિચારી રહ્યું નથી. કારણ કે કોહલી ટીમનો મજબૂત ભાગ છે તથા તે સતત કેપ્ટન્સી કરી રહ્યો હોવાના કારણે જાણે છે કે ટીમને કઈ બાબતોમાં સુધાર લાવવાની જરૂર છે. ગત બે સિઝનમાં બેંગ્લોરનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના ફિટનેસ ટ્રેનર રહેનારા શંકર બાસુ હવે આરસીબીના ટ્રેનર તરીકે જોડાયા છે. તેઓ ટીમના સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ રહેશે. 2015માં ટીમ ઈન્ડિયા સાથે જોડાતા પહેલા પણ બાસુ આરસીબી સાથે હતા. જ્યારે શ્રીધરન શ્રીરામને ટીમના બેટિંગ એન્ડ બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News