રોહિત દ. આફ્રિકા સામેની સીરિઝમાં ઓપનિંગ કરીને ટેસ્ટ કરિયરમાં સેકેન્ડ ઇનિંગ્સની શરૂઆત કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 13:11:39
  • Views : 467
  • Modified Date : 2019-09-28 13:11:39

ભારતીય ક્રિકેટ ટીમ 2 ઓક્ટોબરથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટની સીરિઝ રમશે. ઘરઆંગણે સ્પિન ફ્રેન્ડલી પિચો પર ભારત જીતવા માટે ફેવરિટ છે. ગઈ વખતે 2015માં ભારતે દ. આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું. પ્રમાણમાં ઓછો અનુભવ ધરાવતી આફ્રિકન ટીમ સામે ભારતને ખાસ વાંધો પડે તેમ નથી. સીરિઝમાં જોકે બંને ટીમ વચ્ચેના મુકાબલાથી વધારે બધાની નજર ભારતની નવી ઓપનિંગ જોડી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પર રહેશે. અગ્રવાલે ચાર ટેસ્ટમાં ત્રણ ફિફટી મારીને ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યા છે, ઘરઆંગણે પ્રથમ વાર રમતો હોવાથી તેનો દેખાવ વધુ સુધરશે તેવી બધાને ખાતરી છે. રોહિત શર્મા વનડે અને ટી-20માં વર્લ્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક ગણાય છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે પોતાનું સ્થાન સિમેન્ટ કરી શક્યો નથી.કરિયરની 27 ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં રમ્યા પછી રોહિત પાસેથી ટેસ્ટમાં ઓપનિંગ કેમ?રોહિતે પોતાની અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્ન ખાતે રમી હતી. તે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 63* રન કર્યા હતા. જોકે તે પછી તેને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. તે મેચમાં રોહિત શર્માને તક આપવા હનુમા વિહારી પાસેથી ઓપનિંગ કરાવવામાં હતી. વિહારીએ પોતાની ભૂમિકા સારી રીતે ભજવતા પ્રથમ ઇનિંગ્સમાં 66 અને બીજી ઇનિંગ્સમાં 45 બોલ રમીને મિડલ ઓર્ડર પરથી નવા બોલનો સામનો કરવાનો ખતરો ટાળ્યો હતો. તે પછી ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ રમ્યું હતું અને લોકેશ રાહુલ ઓપનિંગમાં મયંક અગ્રવાલ સાથે આવ્યો હતો. રાહુલ તે ટૂર પર નિષ્ફ્ળ થતા ભારત સામે ફરી એકવાર એજ પ્રશ્ન આવી ગયો છે કે ઓપનર કોણ?ગાંગુલીએ સહેવાગને કહ્યું હતું કે, "બીજો કોઈ ક્રમ ખાલી નથી તારે ઓપનિંગ કરવી પડશે"વિરેન્દ્ર સહેવાગે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2001માં દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યુમાં છઠા ક્રમે બેટિંગ કરતાં 105 અને 31 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે તે પછી તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. કારણકે ભારતની નોર્મલ બેટિંગ લાઈનઅપમાં- ત્રીજા ક્રમે: રાહુલ દ્રવિડ, ચોથા ક્રમે: સચિન તેંડુલકર, પાંચમા ક્રમે: સૌરવ ગાંગુલી અને છઠા ક્રમે: વીવીએસ લક્ષ્મણ બેટિંગ કરતા હોવાથી સહેવાગને સ્થાન ક્યાં મળે? ત્યારે ટીમના કપ્તાન ગાંગુલીએ સહેવાગને કહ્યું હતું કે, "બીજો કોઈ ક્રમ ખાલી નથી તારે ઓપનિંગ કરવી પડશે." ગાંગુલી સહિત અન્ય ખેલાડીઓનું માનવું હતું કે સહેવાગ જેવા ખેલાડીને બેન્ચ પર બેસાડવો ખોટો છે. તેથી તેમણે આ નિર્ણય લીધો હતો અને તે પછી ભારતીય ટેસ્ટ ટીમે ક્યારેય પાછું ફરીને જોયું નથી. સહેવાગ વનડે અને ટી-20માં ટેસ્ટ જેવો બેન્ચમાર્ક સેટ કરી શક્યો નહતો. બધાના આશ્ચર્ય વચ્ચે તે ટેસ્ટમાં અન્ય ફોર્મેટ કરતા વધુ સફળ રહ્યો હતો.ટેસ્ટ ક્રિકેટમાં સફળ આક્રમક ઓપનર્સની વાત કરતી વખતે વિરેન્દ્ર સહેવાગ ઉપરાંત સનથ જયસૂર્યા અને હર્ષલ ગિબ્સનું નામ ન લેવું અશક્ય છે. આ સૂચિમાં ઓસ્ટ્રેલિયાના સાઈમન કેટિચ અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ શામેલ છે. તે બંનેએ પોતાના કરિયરના અંતિમ તબક્કામાં ઓપનર તરીકે અવિશ્વનીય સફળતા મેળવી હતી. જયસૂર્યા અને ગિબ્સ આક્રમક બેટિંગ માટે જાણીતા હતા, જયારે કેટિચ અને શાસ્ત્રી ક્રિઝ પર ટાઈમ સ્પેન્ડ કરીને રન કરવામાં માનતા હતા. નીચેનું ટેબલ તેમના કરિયરમાં ઓપનર તરીકે અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરેલા પ્રદર્શનનો અંતર જણાવે છે.ટીમ મેનેજમેન્ટ વિચારે છે કે, રોહિત ઓપનિંગમાં સહેવાગ જેવી સફળતા મેળવવા સક્ષમ ભારતે પોતાની ગઈ ટેસ્ટ સીરિઝમાં વિન્ડીઝને તેના ઘરઆંગણે 2-0થી હરાવ્યું હતું. તે સીરિઝમાં અજિંક્ય રહાણે અને હનુમા વિહારી ભારતના સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. રહાણેએ ફોર્મમાં પરત ફરતા 2 વર્ષ પછી ટેસ્ટમાં સદી ફટકારી હતી, જયારે હનુમા વિહારીએ પણ એક સદી અને એક ફિફટી મારી હતી. શું વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી આવું કંઈક વિચારી રહ્યા છે: ચેતેશ્વર પુજારા ત્રીજા ક્રમે, કોહલી ચોથા ક્રમે, રહાણે પાંચમા ક્રમે અને વિહારી/ વિકેટ કીપર (જો ટીમ પાંચ બોલર્સ સાથે રમે તો) છઠા ક્રમે! તેવામાં રોહિતને સ્થાન કઈ રીતે આપવું?વિન્ડીઝ સામેની સીરિઝ પછી ઉપક્પ્તાન રહાણેએ કહ્યું હતું કે, રોહિત જેવા ખેલાડીને બેમાંથી એક પણ મેચમાં સ્થાન ન મળ્યું તે જોવું ખરેખર અઘરું છે. તેવામાં સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટ રોહિત જેવી પ્રતિભાને પ્લેઈંગ 11માં જોવા માગે છે. પરંતુ શું રોહિતને ઓપનર તરીકે ટીમમાં સ્થાન આપવું સાચો નિર્ણય છે?રોહિત દેશમાં હિટ, વિદેશમાં ફ્લોપ

રોહિત શર્માટેસ્ટએવરેજરન
ઘરઆંગણે985.44769
વિદેશમાં1826.32816
કુલ2739.621585

રોહિત લિમિટેડ ઓવર્સમાં વિરાટ કોહલી સાથે સરખામણી થઇ શકે તે રીતે પ્રદર્શન કરી રહ્યો છે. જોકે તેના વ્હાઇટ બોલના પરફોર્મન્સના આધારે રેડ બોલમાં બેન્ચમાર્ક સેટ કરવા ખોટા છે. રોહિતે 27 ટેસ્ટમાં 39.62ની એવરેજથી 1585 રન કર્યા છે. પરંતુ જો આપણે તેણે ફટકારેલા રનની સરખામણી કરીએ તો ચિત્ર સ્પષ્ટ છે કે તે ઘરઆંગણે SG (ભારતમાં રમાતી ટેસ્ટમાં આ કંપનીનો બોલ વાપરવામાં આવે છે, જેમાં બોલ સ્પિન થાય છે, પરંતુ સ્વિંગ થતો નથી) બોલ સામે બેટિંગ કરતા જોરદાર પ્રદર્શન કરે છે. જોકે વિદેશમાં ડ્યૂક્સ અને કૂકાબૂરા સામે તે ઝઝૂમી રહ્યો છે. રોહિતની ફિટ મૂવમેન્ટ ઝીરો હોય છે.32 વર્ષની વયે તે કરિયરના અંતિમ પડાવ પર છે. તે આવનારા સમયમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રનનો ઢગલો કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ તે પછી ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જાય ત્યારે તે સીરિઝના અંતે ભારત ફરી એકવાર ઓપનરની શોધ શરૂ કરે તેવી શક્યતા પ્રબળ છે. સહેવાગ ફૂટ મૂવમેન્ટ વગર ટેસ્ટમાં સુપરહિટ થયો પરંતુ સહેવાગ એક જ હતો! રોહિત પહેલા બોલથી હિટિંગ કરતો નથી. સ્વિંગિંગ કન્ડિશનમાં તે વનડે અને ટી-20માં પણ જલ્દી પેવેલિયન ભેગો થઇ ગયો છે, તો શું ટીમ મેનેજમેન્ટે તેની પસંદગી ફોર્મ અને ટેકનીકની જગ્યાએ રેપ્યુટેશનના આધારે કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લા 3-4 વર્ષથી સતત સારું પ્રદર્શન કરનાર પ્રિયાંક પંચાલ અને અભિમન્યુ ઈશ્વરનને પસંદ કરવાનો નિર્ણય શું વધુ સારો સાબિત થયો હોત?ઓસ્ટ્રેલિયાના ફિન્ચ અને ઇંગ્લેન્ડના રોયે નિરાશ કર્યા આક્રમક ઓપનરની રણનીતિ આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમે અપનાવી હતી. કાંગારુંએ લિમિટેડ ઓવર્સના કપ્તાન આરોન ફિન્ચ પાસેથી ટેસ્ટમાં પણ ઓપનિંગ કરાવવાનો જુગાર રમ્યો હતો. પરિણામ? ફિન્ચે 5 ટેસ્ટમાં 27.8ની એવરેજથી 278 રન કર્યા હતા. તેને એશિઝ માટેની ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. બીજી તરફ ઇંગ્લેન્ડે એશિઝની તે સીરિઝમાં જ વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને ઓપનરની ભૂમિકા ભજવવા કહ્યું હતું. રોયે ભારે નિષ્ફ્ળતાનો સામનો કરતા 8 ઇનિંગ્સમાં 13.75ની એવરેજથી 110 રન કર્યા હતા. લિમિટેડ ઓવર્સના બે સારામાં સારા બેટ્સમેનના દાખલા એ સમજવા પૂરતું છે કે, વનડેમાં સફળતા ટેસ્ટમાં પણ સફળતાની ગેરેન્ટી આપતી નથી, વ્હાઇટ અને રેડ બોલનો ફર્ક ક્રિકેટમાં હંમેશા કાયમ રહેશે.

Download Our B K News Today App



Related News