રોહિત શર્માએ સિક્સ મારીને ટેસ્ટમાં છઠી સદી ફટકારી, રહાણે સાથે ચોથી વિકેટ માટે 166* રનની ભાગીદારી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 14:35:36
  • Views : 479
  • Modified Date : 2019-10-19 14:35:36

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે 3 વિકેટે 205 રન કર્યા છે. રોહિત શર્મા 108 રને અને અજિંક્ય રહાણે 74 રને રમી રહ્યા છે. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની છઠી સદી અને રહાણેએ 21મી ફિફટી મારી છે. રોહિતે સ્પિનર પીટની બોલિંગમાં વાઈડ લોન્ગ-ઓફ પર સિક્સ મારીને 100 રન પૂરા કર્યા હતા.ઘરઆંગણે છેલ્લી 11 ઇનિંગ્સમાં રોહિત શર્મા: 68*, 2, 82, 51*, 102*, 65, 50*, 176, 127, 14 અને 107* રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 16 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે વિન્ડીઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડ્યો છે. હેટમાયરે 2018માં બાંગ્લાદેશ વિરુદ્ધ 15 સિક્સ મારી હતી. રોહિતની પહેલા ભારત માટે આ રેકોર્ડ હરભજનસિંહના નામે હતો. ભજ્જીએ 2010માં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં 14 સિક્સ મારી હતી.વિદેશમાં એકપણ સદી ફટકાર્યા વગર ઘરઆંગણે સૌથી વધુ સદી:8 મોમિનુલ હક,6 રોહિત શર્મા*,5 એફએસ જેક્સન/ સી બોર્ડે ભારત માટે એક સીરિઝમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર:4 સુનિલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડિઝ 1970/71 (વિદેશમાં),4 સુનિલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડિઝ 1978/79 (ઘરઆંગણે),3 સુનિલ ગાવસ્કર vs ઓસ્ટ્રેલિયા 1977/78 (વિદેશમાં), 3 રોહિત શર્મા vs દક્ષિણ આફ્રિકા 2019/20 (ઘરઆંગણે) મયંક અગ્રવાલ 10 રને રબાડાની બોલિંગમાં ત્રીજી સ્લીપમાં એલ્ગરના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ચેતેશ્વર પુજારા શૂન્ય રને રબાડાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. વિરાટ કોહલી 12 રને એનરિચ નોર્ટજેની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો, કોહલીએ રિવ્યુ લીધો હતો, પરંતુ અમ્પાયર્સ કોલ આવતા તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.બોલર્સ જેમની ટેસ્ટમાં ડેબ્યુ વિકેટ વિરાટ કોહલી છે: કગીસો રબાડા, અલઝારી જોસેફ, એસ મુથુસામી અને એનરિચ નોર્ટજે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી.ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત માટે ઇશાંત શર્માની શાહબાઝ નદીમ રમી રહ્યો છે. કુલદીપ યાદવને મેચની પહેલા ઇજા થતાં લેફ્ટ આર્મ ઓફ સ્પિનર શાહબાઝને સ્ક્વોડમાં જગ્યા મળી હતી અને આજે તે ભારત માટે પોતાના ઘરઆંગણે ડેબ્યુ કરી રહ્યો છે. તે ઇશાંત શર્માની જગ્યાએ રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્પિનર જોર્જ લિન્ડે ડેબ્યુ કરી રહ્યો છે. માર્કરામની ગેરહાજરીમાં કવિન્ટન ડી કોક ઓપનિંગ કરશે અને હેનરિચ ક્લાસેન બીજા વિકેટકીપર તરીકે રમશે. તેમજ લૂંગી ગિડી મુથુસામીની જગ્યાએ રમી રહ્યો છે.ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમ દ. આફ્રિકાની પ્લેઈંગ 11: ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા, ઝુબેર હમઝા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડિન એલ્ગર, હેનરીચ ક્લાસેન (વિકેટકીપર), લૂંગી ગિડી, એર્નિચ નોર્ટજે, જોર્જ લિન્ડે, ડેન પીટ અને કાગિસો રબાડા ઓફ સ્પિનર શાહબાઝ નદીમ: ભારત માટે ટેસ્ટ રમનાર 296મો ખેલાડી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 424 વિકેટ લીધી. રણજી ટ્રોફી 2015/16માં 51 વિકેટ લીધી.રણજી ટ્રોફી 2016/17માં 56 વિકેટ લીધી 8/10 લિસ્ટ-A ક્રિકેટમાં બેસ્ટ બોલિંગ પ્રદર્શન, 2018/19 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હાઈએસ્ટ સ્કોર: 109વિદેશી ટેસ્ટમાં ફાફ ડુ પ્લેસીસનો ટોસ રેકોર્ડ: પ્રથમ સાત ટેસ્ટ: સાતેય ટોસ જીત્યો છેલ્લી સાત ટેસ્ટ: સાતેય ટોસ હાર્યો ભારતે પહેલી ટેસ્ટમાં વિશાખાપટ્ટનમ ખાતે 203 રને અને બીજી ટેસ્ટમાં પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને મેચ જીતી હતી. ભારત અંતિમ ટેસ્ટ જીતે તો દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતશે. ભારત છેલ્લે શ્રીલંકા વિરુદ્ધ 2017માં 3-0થી સીરિઝ જીત્યું હતું. ભારતીય ટીમે પહેલી વાર ઇંગ્લેન્ડને જાન્યુઆરી 1993માં 3-0થી હરાવ્યું હતું.અશ્વિને 67 ટેસ્ટમાં 356 વિકેટ લીધી.રવિચંદ્રન અશ્વિન પાસે ઇમરાન ખાન અને ડેનિયલ વિટ્ટોરીને પાછળ છોડવાની તક છે. અશ્વિને 67 ટેસ્ટમાં 356 વિકેટ લીધી છે, ઇમરાને 88 અને વિટ્ટોરીએ 113 મેચમાં 362 વિકેટ લીધી છે.

Download Our B K News Today App



Related News