રોહિત શર્મા ટી-20માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો, કોહલીનો રેકોર્ડ તોડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:33:26
  • Views : 441
  • Modified Date : 2019-11-04 12:33:26

ભારતીય ઓપનર રોહિત શર્મા બાંગ્લાદેશ સામે દિલ્હી ખાતેની પ્રથમ ટી-20માં 9 રને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે બે ચોક્કા માર્યા હતા. રોહિત પોતાની ઇનિંગ્સમાં 8 બનાવતા જ ઇન્ટરનેશનલ ટી-20માં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બની ગયો હતો. તેણે 99 ટી-20માં 2452 રન કર્યા છે, જયારે ભારતના નિયમિત કપ્તાન વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં 2450 રન બનાવ્યા છે.રોહિતે ધોનીનો રેકોર્ડ તોડ્યો

રોહિત ભારત માટે સૌથી વધુ 99 ઇન્ટરનેશનલ ટી-20 રમનાર પુરુષ ખેલાડી બન્યો છે. તેણે પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોની 98 ટી-20 રમ્યો છે. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાનનો શોએબ મલિક સૌથી વધુ 111 ટી-20 રમ્યો છે. સૌથી વધારે ટી-20 રમનાર પુરુષ ક્રિકેટર્સ:

ખેલાડીદેશમેચ
શોએબ મલિકપાકિસ્તાન111
શાહિદ આફ્રિદીપાકિસ્તાન99
રોહિત શર્માભારત99
મહેન્દ્રસિંહ ધોનીભારત98

Download Our B K News Today App



Related News