પ્રોટોકોલ વિવાદમાં ફસાયેલા 4 ખેલાડીઓ ટીમમાં; રોહિત-શુભમન ઓપનિંગ કરશે, ફાસ્ટ બોલર નવદીપ સૈનીનું ડેબ્યુ, ઇજાગ્રસ્ત ઉમેશની જગ્યાએ રમશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 13:59:27
  • Views : 384
  • Modified Date : 2021-01-06 13:59:27

    ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ-11 જાહેર કરી છે. પ્રોટોકોલ વિવાદમાં ફસાયેલા 5માંથી 4 ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી ગઈ છે. 7 જાન્યુઆરીથી સિડની ખાતે શરૂ થનાર મેચ માટે ટીમ ઇન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ફાસ્ટ બોલર નવદીપ સૈની ડેબ્યુ કરશે.રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે. મયંક અગ્રવાલને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે નવદીપ સૈની ઇજાગ્રસ્ત ઉમેશ યાદવને રિપ્લેસ કરશે.અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની (ડેબ્યુ) મયંક અગ્રવાલ છેલ્લી કેટલીક મેચોથી આઉટ ઓફ ફોર્મ છે. તેણે છેલ્લી 5 મેચની 9 ઇનિંગ્સમાં 147 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વાધિક સ્કોર 58 રનનો રહ્યો છે.

Download Our B K News Today App



Related News