રોહિત અને રાહુલે રચી દીધો ઇતિહાસ, પાકિસ્તાન સામે તોડ્યો 40 વર્ષ જુનો રેકૉર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 17:44:38
  • Views : 735
  • Modified Date : 2019-06-16 17:44:38

પાકિસ્તાનની સામે શિખર ધવનની ગેરહાજરીમાં રોહિતની સાથે ઇનિંગની શરૂઆત કરવાની જવાબદારી લોકેશ રાહુલને આપવામાં આવી. મેચ પહેલા એ શંકા હતા કે આ મહત્વની મેચમાં બંને બેટ્સમેન ટીમ ઇન્ડિયાને કેવી શરૂઆત અપાવશે, પરંતુ રોહિત અને રાહુલે આ મેચમાં પોતાનો દમ દેખાડતા પાકિસ્તાન સામે પહેલી વિકેટ માટે 136 રનની ભાગેદારી નોંધાવી હતી.પાકિસ્તાન સામે વિશ્વ કપનાં ઇતિહાસની ભારતની સાતમે મેચમાં રોહિત અને રાહુલે મજબૂત શરૂઆત અપાવી. આ બંને બેટ્સમેનોએ પહેલી વિકેટ માટે શતકીય ભાગેદારી નોંધાવી. વન ડે વિશ્વ કપનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતનાં ઑપનરો પાકિસ્તાન સામે પહેલી વિકેટ માટે શતકીય ભાગેદારી નોંધાવી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ભારતનાં પહેલા ઑપનર બની ગયા છે જેમણે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પહેલી શતકીય ભાગેદારી નોંધાવી દીધી છે. બંનેએ પહેલી વિકેટ માટે 136 રનની ભાગેદારી નોંધાવી.વર્લ્ડ કપમાં સૌથી મોટી ઑપનિંગ ભાગેદારી નોંધાવી પાકિસ્તાન સામેરોહિત શર્મા અને કેએલ રાહુલે ગાર્ડન ગ્રીનિઝ અને ડેસમંસ હેંસનો રેકૉર્ડ તોડ્યો છે. આ બંનેએ પાકિસ્તાન સામે 1979માં માન્ચેસ્ટરમાં જ પહેલી વિકેટ માટે 132 રનની ભાગેદારી કરી હતી. 40 વર્ષ બાદ રોહિત શર્મા અને કેએલ રાહુલે આ રેકૉર્ડ તોડી દીધો છે

Download Our B K News Today App



Related News