રવિન્દ્ર જાડેજાને રણજી ટ્રોફીની ફાઇનલ રમવા માટે મંજૂરી ન મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 12:28:51
  • Views : 702
  • Modified Date : 2020-03-06 12:28:51

રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની ફાઇનલમાં બંગાળની સામે રમી શકશે નહીં.આમ બીસીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને કહ્યું કે જાડેજા રણજી ટ્રોફીની ફાઇનલમાં રમશે નહીં.દેશ પહેલા આવે છે એટલે જાડેજાને રણજી રમવાની પરવાનગી આપી શકાય નહીં." ભારતે 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝ રમવાની છે.તે દરમિયાન રણજી ફાઇનલ પણ ચાલતી હશે.આમ બંગાળ 13 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું છે.જ્યારે સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે ફાઇનલમાં રમશે.એસ.સી.એ પ્રેસિડેન્ટ જયદેવ શાહે કહ્યું કે મેં ગાંગુલી જોડેથી જાડેજા રણજી ફાઇનલમાં રમી શકે તે માટે મંજૂરી માંગી હતી.જોકે બીસીસીસીઆઈ દેશ પહેલાની નીતિ પર ચાલે છે.તેથી જાડેજાને પરવાનગી મળી નથી.આમ શાહે વધુ ઉમેરતા કહ્યું કે જો બીસીસીસીઆઈ ઈચ્છે કે વધુ લોકો ડોમેસ્ટિક મેચ જોવા આવે તો તેમણે રણજી ફાઇનલ વખતે ઇન્ટરનેશનલ મેચ ન રાખવી જોઈએ. આમ શું બોર્ડ આઈ.પી.એલ વખતે ઇન્ટરનેશનલ મેચ રાખે છે ?ઓછામાં ઓછું એટલું તો થઇ જ શકે છે કે સ્ટાર પ્લેયર્સ ફાઇનલમાં રમે.હું તો ઇચ્છુ છું કે મોહમ્મદ શમી પણ બંગાળ માટે રમે.સૌરાષ્ટ્રની ટીમે સેમિફાઇનલમાં ગુજરાતને 92 રને હરાવ્યું હતું.જયારે બંગાળે કર્ણાટકને 174 રને માત આપી હતી.આમ ફાઇનલ સૌરાષ્ટ્રના ઘરઆંગણે રાજકોટમાં રમાશે.કપ્તાન જયદેવ ઉનડકટ ખુશ છે કે ચેતેશ્વર પુજારા ફાઇનલમાં રમશે.તેણે કહ્યું કે હું ચિન્ટુના સંપર્કમાં છું.તે ન્યૂઝીલેન્ડમાં હતો ત્યારે અમારા ટોપ ઓર્ડરે બહુ રન કર્યા નહોતા.તેથી પુજારાની વાપસી ટીમ માટે ખાસ છે.

Download Our B K News Today App



Related News