ઇંગ્લેન્ડ સામે નિર્ણાયક મેચમાં ભારતનો હાથ ઉપર, રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 14:34:27
  • Views : 462
  • Modified Date : 2021-03-20 14:34:27

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે (શનિવારે) અમદાવાદમાં રમાશે. સિરીઝ હાલ 2-2ની બરોબરી પર છે. મેચ જીતીને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપથી પહેલા પોતાની દાવેદારી બતાવવા માગશે. સિરીઝમાં સૂર્યકુમાર અને ઇશાન કિશનને તક મળી. બંનેએ ઇંગ્લેન્ડના બોલરો સામે વિસ્ફોટક ઇનિંગ રમી. આઈપીએલને કારણે તેઓ પહેલેથી જ આ બોલરોનો સામનો કરી ચૂક્યા હતા. ટીમમાં વધુ બદલાવની આશા નથી. ઇંગ્લેન્ડ સામે નિર્ણાયક મેચમાં ભારતનો હાથ ઉપર છે, રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.

    રાહુલને ફરી તક મળી શકશે. હાર્દિક 5મા બોલરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. ચહલની જગ્યાએ ટીમમાં સમાવેશ થયેલા રાહુલ ચહરે 2 મહlત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ માટે ઓપનર રોયની સારી શરૂઆત મળી રહી છે, પણ તેની પાસેથી હજુ મોટી ઇનિંગ માટે આશા છે, જેમાં તે હજુ સફળ રહ્યો નથી. બેન સ્ટોક્સ ગત મેચમાં થોડો લયમાં હતો, પણ મેચ ફિનિશર તરીકે નથી રમી શક્યો. સુકાની મોર્ગન આ સિરીઝમાં કઇ ખાસ કરી નથી શક્યો.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 18 T20 મેચ રમાઈ છે. જેમાં બન્ને ટીમે 9-9 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ એવી છે જેણે સૌથી વધારે 9 વાર ટીમ ઈન્ડિયાને T20માં હરાવી છે.ભારતે T20 અત્યારસુધી 9 સિરીઝમાં રમી છે, જેમાંથી ટીમ ઇન્ડિયા માત્ર 2019માં ન્યૂઝીલેન્ડ સામે તેના જ ઘરમાં હાર્યું હતું. ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને 2017 અને 2018માં નિર્ણાયક મેચમાં હરાવીને T20 સિરીઝ પોતાના નામે કરી ચૂકી હતી.

    ચોથી T20માં નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા માટે ઇંગ્લેન્ડ ટીમ પર મેચ ફીના 20% દંડ ફટકાયો છે. ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગને પોતાની ભૂલ માની લીધી છે અને આ કારણથી સુનાવણી નહીં કરવામાં આવે.


Download Our B K News Today App



Related News