રાંચીમાં રિવર્સ સ્વિંગ, સ્પિન મહત્ત્વના રહેશે : ડુપ્લેસિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 15:09:36
  • Views : 462
  • Modified Date : 2019-10-18 15:09:36

સાઉથ આફ્રિકાના સુકાની ફાફ ડુપ્લેસિસે ત્રીજી અને અંતિમ ટેસ્ટ પહેલાં રાંચીના મેદાન અને તેમની ટીમની તૈયારીઓ વિશે જણાવ્યું હતું. ડુપ્લેસિસે જણાવ્યું કે, ૧૯ ઓક્ટોબરે રાંચીમાં અંતિમ ટેસ્ટ રમાવાની છે. આ ટેસ્ટમાં અમારી ટીમ પૂરતી તૈયારીઓ કરે તે જરૂરી છે. અહીંયાં રિવર્સ સ્વિંગ અને સ્પિન વધારે મોટી ભૂમિકા ભજવે તેમ છે. તેણે જણાવ્યું કે, વાસ્તવિકતા એ છે કે, તમે જેટલી વધારે તૈયારીઓ કરશો તેટલું સારું છે. ભારતને સ્પર્ધા પૂરી પાડવા માટે અંતિમ સમય સુધી તૈયારીઓ કરવી પડશે. તૈયારીઓને જેટલી વધારે મજબૂત બનાવીશું તેટલો વધારે ફાયદો થશે. હાલમાં તો રાંચીની પીચ ડ્રાય અને હાર્ડ જણાઈ રહી છે. તેના કારણે બોલર્સને વધારે ફાયદો થશે તેમ લાગી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે બોલ રિવર્સ સ્વિંગ અને સ્પિન થશે. આફ્રિકાને ઝાટકો । માર્કરામ ત્રીજી ટેસ્ટમાંથી બહારમહેમાન ટીમને ત્રીજી ટેસ્ટ પહેલાં ઝાટકો લાગ્યો છે. આફ્રિકાનો બેટ્સમેન એડન માર્કરામ કાંડામાં ઈજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પૂણે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેણે કોઈ નક્કર વસ્તુ ઉપર પોતાનો ગુસ્સો ઉતારતા મુક્કો માર્યો હતો. તેના કારણે તેના કાંડામાં ઈજા થઈ હતી. સિરીઝમાં અત્યાર સુધી તેનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેણે બે ટેસ્ટની ચાર ઈનિંગમાં માત્ર ૪૪ રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાની ટીમમાં માર્કરામની જગ્યાએ હાલમાં કોઈને સ્થાન આપવામાં આવ્યું હતું. માર્કરામે જણાવ્યું કે, આ રીતે ઈજાગ્રસ્ત થઈને વતન પરત ફરવું દુઃખદ છે. મને સમજાયું છે કે, મેં શું ભુલ કરી છે અને હું તેની જવાબદારી પણ સ્વીકારું છું. મેં ટીમ મેનેજમેન્ટ પાસે આ મુદ્દે માફી પણ માગી છે.બીજી ઈનિંગમાં ગમે તે પરિણામ આવતું હોય છે. ડુપ્લેસિસે જણાવ્યું કે, અમે પહેલી ઈનિંગમાં મોટો સ્કોર બનાવવા ઉપર ધ્યાન આપીશું. જ્યારે કોઈપણ ટીમ આવી પીચ ઉપર પહેલી ઈનિંગમાં મોટો સ્કોર બનાવે તે જરૂરી છે. જ્યારે તમે પહેલી ઈનિંગમાં વધારે રન બનાવો છો ત્યારે જ ઈચ્છિત પરિણામ તરફ આગળ વધી શકો છો. અમારા માટે પણ પહેલી ઈનિંગ મહત્ત્વની રહેશે. બીજી ઈનિંગમાં કંઈપણ થઈ શકે છે.મેચમાં સ્ટેડિયમ ખાલી રહેવાની શક્યતાઓ ત્રીજી ટેસ્ટ મેચ જોવા માટે સ્ટેડિયમમાં ખૂબ જ ઓછી સંખ્યામાં દર્શકો હાજરી આપે તેમ જણાઈ રહ્યું છે. ભારત અને આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ અહીંયા રમાવાની છે ત્યારે આયોજકોને દર્શકોની હાજરી અંગે ચિંતા છે. ૧૯ ઓક્ટોબરથી શરૂ થનારી આ ટેસ્ટ માટે ધોનીના હોમગ્રાઉન્ડ માટે લોકોનો ઉત્સાહ ઓછો જણાઈ રહ્યો છે. અહીંયા છેલ્લાં બે દિવસમાં માત્ર ૯૦૦ ટિકિટ જ વેચાઈ હતી. આ આંકડા સૂત્રોના આધારે જારી કરવામાં આવ્યા હતા, બીજી તરફ તંત્રમાં પણ ઓછી ટિકિટ વેચાયાનો ગણગણાટ છે. બીજા દિવસ માટે પણ માત્ર ૨૦૦ જ ટિકિટો વેચાઈ હોવાના અહેવાલ છે.

Download Our B K News Today App



Related News