મુંબઈ ઇન્ડિયન્સ પર ૪ વિકેટે રાજસ્થાનની જીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:59:25
  • Views : 523
  • Modified Date : 2019-04-14 07:02:43

મુંબઈ ઇન્ડિયન્સ પર ૪ વિકેટે રાજસ્થાનની જીતશાનદાર બેટીંગ કરનાર બટલર મેન ઓફ દ મેચ ઘોષિતમુંબઈ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રમાયેલી આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈÂન્ડયન્સ પર જીત મેળવી હતી. ચાર વિકેટે રાજસ્થાને જીત મેળવી લીધી હતી. રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં બટલરે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. બટલર ૮૯ રન કરને આઉટ થયો હતો. બટલરે માર ૪૩ બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. જ્યારે સેમસને ૩૧ રન કર્યા હતા. આ અગાઉ પહેલા બેટીંગ કરતા મુંબઈ ઈÂન્ડયને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન કર્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ ૪૭ અને ડીકોકે ૮૧ રન કર્યા હતા. બાકીના બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. શાનદાર બેટીંગ કરવા બદલ બટલરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરાઈ હતી. બટલર હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સ્મીથ ૧૨ રન કરીને આઉટ થયો હતો તે આજે ફરીવાર નિષ્ફળ રહેતા તેના ચાહકો નિરાશ દેખાયા હતા.
 

Download Our B K News Today App



Related News