શરૂઆતની 3 ટેસ્ટ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો રહાણે, કોહલીને પાછળ છોડી ધોનીના રેકોર્ડની બરોબરી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 14:38:12
  • Views : 384
  • Modified Date : 2020-12-29 14:38:12

    અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં 8 વિકેટે હાર આપી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝ હવે 1-1ની બરોબરી પરછે. આ સાથે રહાણેએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ત્રણ ટેસ્ટમાં કેપ્ટન રહી ચૂક્યો છે અને ત્રણેય જીત્યો છે. આવું કરનાર તે બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી છે અને વિરાટ કોહલીને પાછળ છોડી દોધો છે. પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ કેપ્ટન તરીકે શરૂઆતની ત્રણેય ટેસ્ટમાં ભારતને જીત અપાવી હતી.કેપ્ટન તરીકે રહાણેના રેકોર્ડ

કોની સામે

રિઝલ્ટ

ગ્રાઉન્ડ, વર્ષ
ઓસ્ટ્રેલિયાભારત 8 વિકેટે જીત્યુંધર્મશાલા, 2016/17
અફઘાનિસ્તાનભારત એક ઈનિંગ અને 262 રને જીત્યુંબેંગલુરુ, 2018
ઓસ્ટ્રેલિયાભારત 8 વિકેેટ જીત્યું.મેલબર્ન, 2020/21

કેપ્ટન તરીકે ધોનીની શરૂઆતની 3 ટેસ્ટ

કોની સામે

રિઝલ્ટ

ગ્રાઉન્ડ, વર્ષ
દ.આફ્રિકાભારત 8 વિકેટે જીત્યુંકાનપુર, 2008
ઓસ્ટ્રેલિયાભારત 172 રને જીત્યુંનાગપુર, 2008
ઈંગ્લેન્ડભારત 6 વિકેટે જીત્યું

કેપ્ટન તરીકે કોહલીની 3 ટેસ્ટ

કોની સામે

રિઝલ્ટ

ગ્રાઉન્ડ, વર્ષ
ઓસ્ટ્રેલિયાઓસ્ટ્રેલિયા 48 રને જીત્યુંએડિલેડ, 2014/15
ઓસ્ટ્રેલિયામેચ ડ્રોસિડની, 2014/15
બાંગ્લાદેશમેચ ડ્રોચેન્નઈ, 2015

    ઓસ્ટ્રેલિયા ઘરેલુ મેદાન પર ટોસ જીત્યા પછી નવ વર્ષ પછી હાર્યું. આ પહેલા 2011/12માં ન્યૂઝીલેન્ડ સામે તે સાત રને હાર્યું હતું. 32 વર્ષ પછી એવું બન્યું કે ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન બન્ને ઈનિંગમાં ફિફ્ટી લગાવી શક્યો ન હોય. આ પહેલા 1988-89માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન બન્ને ઈનિંગમાં ફિફ્ટી મારી શક્યો ન હતો.

1.ટીમ ઈન્ડિયાનું ફેવરિટ ઓવરસીઝ વેન્યૂ બન્યું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

ગ્રાઉન્ડજગ્યાટેસ્ટ મેચ જીતીટોટલ મેચ રમી
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમેલબર્ન, ઓસ્ટ્રેલિયા414
ક્વીંસ પાર્ક ઓવલપોર્ટ ઓફ સ્પેન, વેસ્ટ ઈન્ડિઝ313
સબિના પાર્કકિંગ્સટન, વેસ્ટ ઈન્ડિઝ313
સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબકોલંબો, શ્રીલંકા39

Download Our B K News Today App



Related News