રફેલ નડાલ સતત 32 ડેવિસ કપ મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 12:05:06
  • Views : 498
  • Modified Date : 2019-11-26 12:05:06

સ્પેન ટેનિસનું વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. સ્પેને ડેવિસ કપની ફાઈનલમાં કેનેડાને 2-0થી હરાવ્યું. ત્યારે સ્પેને બંને સિંગલ્સ મેચ જીતી છે. જે પછી ડબલ્સ મેચ રમાઈ નહીં. .પરંતુ સ્પેન માટે રોબર્ટો બોતિસ્તા એગુટ અને રાફેલ નડાલે પોતાની સિંગલ્સ મેચો જીતી. વિશ્વના નંબર-1 ખેલાડી નડાલની આ ડેવિસ કપમાં સતત 32મી જીત હાંસલ કરી છે. તે ટૂર્નામેન્ટના 119 વર્ષના ઈતિહાસમાં સતત 32 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ડબલ્સમાં કોઈ ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. સ્પેનની ટીમ છઠ્ઠીવાર ડેવિસ કપ ચેમ્પિયન બની હતી.જેમાં તેણે 2.1 મિલિયન ડૉલરની પ્રાઈઝ મની મળી હતી. સ્પેન વર્લ્ડ રેન્કિંગમાં  7માં નંબરે છે. જ્યારે કેનેડા રેન્કિંગમાં  13 નંબરે  છે.એગુટે પ્રથમ સિંગલ્સમાં ફેલિક્સ ઓગર એલિયાસિમેને 7-6, 6-3થી હરાવી સ્પેનને લીડ અપાવી. બીજી સિંગલ્સમાં નડાલે ડેનિસ શાપોવાલોવને 6-3, 7-6થી હરાવી ટીમને જીત અપાવી હતી. આ નડાલ અને શાપોવાલોવ વચ્ચે બીજી મેચ હતી.નડાલે આ અઠવાડિયે 8 મેચ રમી અને તમામ જીતી. આ નડાલનું વર્ષમાં પાંચમું ટાઈટલ છે. તેણે ફ્રેન્ચ ઓપન, યુએસ ઓપન, રોમ માસ્ટર્સ અને મોન્ટ્રિયલ માસ્ટર્સ પણ જીત્યા હતા. આ ટેનિસની આ સિઝનની અંતિમ મોટી ટૂર્નામેન્ટ હતી. 33 વર્ષીય નડાલ વર્ષનો અંત રેન્કિંગમાં નંબર-1 પર રહીને કરનાર સૌથી ઉંમરલાયક ખેલાડી છે.આમ સ્પેન વર્ષ  2011 બાદ પ્રથમવાર ચેમ્પિયન બન્યો છે.આનડાલના કરિયરનું ચોથું ડેવિસ કપ ટાઈટલ છે. તે ફેડરર કરતા 3 ટાઈટલ આગળ છે. સ્વિત્ઝર્લેન્ડ માત્ર 2014માં ચેમ્પિયન બન્યું હતું. આ વર્ષે તે 18 ટીમોની ફાઈનલ્સ માટે ક્વોલિફાઈ થઈ શક્યું નહીં.

Download Our B K News Today App



Related News