અશ્વિને ફોર્મેટમાં સૌથી વધુ 564 વિકેટ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 13:21:22
  • Views : 551
  • Modified Date : 2019-12-27 13:21:22

રવિચંદ્રન અશ્વિન આ દાયકામાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ 564 વિકેટ લેનાર બોલર છે. જેમાં તેણે 227 મેચમાં 27.15ની એવરેજથી વિકેટ્સ લીધી છે. જેમાં રવિન્દ્ર જાડેજાએ 234 મેચમાં 29.52ની એવરેજથી 414 વિકેટ ઝડપી છે. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં 11મા સ્થાને છે. 180 મેચમાં 536 વિકેટ સાથે જેમ્સ એન્ડરસન બીજા સ્થાને છે. જયારે ઇંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ 213 મેચમાં 528 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.

ખેલાડીદેશમેચવિકેટ
રવિચંદ્રન અશ્વિનભારત227564
જેમ્સ એન્ડરસનઇંગ્લેન્ડ272536
સ્ટુઅર્ટ બ્રોડઇંગ્લેન્ડ213528
ટિમ સાઉથીન્યૂઝીલેન્ડ238472
ટ્રેન્ટ બોલ્ટન્યૂઝીલેન્ડ181459

ટેસ્ટ મેચમાં એન્ડરસન 428 વિકેટ સાથે ટોપ પર છે. તેણે 106 મેચમાં 24.30ની એવરેજથી વિકેટ લીધી છે. બીજા સ્થાને બ્રોડ છે. તેણે 111 ટેસ્ટમાં 401 શિકાર કર્યા છે. 70 ટેસ્ટમાં 362 વિકેટ સાથે અશ્વિન આ સૂચિમાં પાંચમા સ્થાને છે.

ખેલાડીદેશટેસ્ટવિકેટ
જેમ્સ એન્ડરસનઇંગ્લેન્ડ106428
સ્ટુઅર્ટ બ્રોડઇંગ્લેન્ડ111401
નેથન લાયનઓસ્ટ્રેલિયા95376
રંગાના હેરાથશ્રીલંકા72363
રવિચંદ્રન અશ્વિનભારત70362

શાકિબ વનડેમાં 177 વિકેટ લેનાર બીજો બોલર બન્યો હતો.જેમાં વનડેમાં શ્રીલંકાના લસિથ મલિંગાએ 162 મેચમાં 28.74ની એવરેજથી 248 વિકેટ લીધી છે. જેમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન બીજા સ્થાને છે. તેણે 131 વનડેમાં 30.15ની એવરેજથી 177 વિકેટ લીધી છે. જાડેજા 145 મેચમાં 171 વિકેટ સાથે આ સૂચિમાં પાંચમા સ્થાને છે. જયારે અશ્વિન 111 વનડેમાં 150 વિકેટ સાથે 11મા સ્થાને છે.

ખેલાડીદેશવનડેવિકેટ
લસિથ મલિંગાશ્રીલંકા162248
શાકિબ અલ હસનબાંગ્લાદેશ131177
ઇમરાન તાહિરદક્ષિણ આફ્રિકા107173
મિચેલ સ્ટાર્કઓસ્ટ્રેલિયા85172
રવિન્દ્ર જાડેજાભારત145171

રાશિદે T-20માં 5 રમીને દાયકાની સૌથી વિકેટ લીધી.T-20માં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટોપ પર છે. તેણે વર્ષ 2015થી અત્યારસુધીમાં 45 મેચમાં 84 વિકેટ લીધી છે. જેમાં બીજા નંબરે લસિથ મલિંગા છે. તેણે 69 T-20માં 82 વિકેટ લીધી છે.। .ભારતના અશ્વિન અને યૂઝવેન્દ્ર ચહલ 52-52 વિકેટ સાથે 14મા અને 15મા સ્થાને છે. જસપ્રીત બુમરાહ 51 વિકેટ સાથે 18મા સ્થાને છે.

ખેલાડીદેશT-20વિકેટ
રાશિદ ખાનઅફઘાનિસ્તાન4584
લસિથ મલિંગાશ્રીલંકા5982
શાકિબ અલ હસનબાંગ્લાદેશ6579
જોર્જ ડોકરેલઆયર્લેન્ડ7375
મોહમ્મદ નાબીઅફઘાનિસ્તાન7569

Download Our B K News Today App



Related News