કવિન્ટન ડી કોકને દક્ષિણ આફ્રિકાની વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 14:55:44
  • Views : 598
  • Modified Date : 2020-01-22 14:55:44

ક્વિન્ટન ડી કોકને દક્ષિણ આફ્રિકાની વન-ડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને વન-ડે ટીમમાં સ્થાન પણ મળ્યું નથી. આમ ડી કોકને અગાઉ ટી-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આમ આફ્રિકાના ડુ પ્લેસિસ ટૂંક સમયમાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા અંગે વિચારી શકે છે એવામાં ટેસ્ટમાં ડી કોકને જ કપ્તાની મળશે તેવી સંભાવના પ્રબળ જોવા મળી રહી છે. આમ ડી કોક માટે પ્રથમ પડકાર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 ફેબ્રુઆરીથી શરૂ થનારી 3 વન-ડેની સીરિઝ રહેશે.જેમાં દક્ષિણ આફ્રિકા વનડે ટીમ: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), રેઝા હેન્ડ્રિક્સ, ટેમ્બા બાવુમા, ડુસેન, મિલર, જે.મલાન, સ્મટ્સ, ફેલુકવાયો, સિપામલા, ગિડી, તબરેઝ શમસી, ફોર્ચ્યુન, સિસાન્દા મગાલા, બ્યૂરેન હેન્ડ્રિક્સ, કયલે વેરીન્ને.

Download Our B K News Today App



Related News