બાગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા નહિં રમે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 17:44:45
  • Views : 460
  • Modified Date : 2022-12-20 17:44:45

ભારતીય કેપ્ટન રોહિત શર્માને અંગૂઠાની ઈજાના કારણે તારીખ 22મી ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ક્રિકબઝ વેબસાઇટે સોમવારે આ માહિતી આપી હતી.
ક્રિકબઝે કહ્યું કે, રોહિતની ગેરહાજરીમાં લોકેશ રાહુલ ટીમનું સુકાન સંભાળવાનું જારી રાખશે. રોહિતને બાંગ્લાદેશ સામેની બીજી વન ડે દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જે હજુ સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી.
ક્રિકબઝે કહ્યું કે રોહિત બેટિંગ કરવા માટે ફિટ છે, પરંતુ ફિલ્ડિંગ દરમિયાન તેને ઇજા થવાની શક્યતા હતી. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટકરાવું પડે તેમ છે, જેના કારણે બીસીસીઆઇએ હાલ રોહિતના અંગૂઠાને જોખમમાં મૂકવાનું યોગ્ય માન્યું નથી.
ઉલ્લેખનીય છે કે રાહુલે પ્રથમ ટેસ્ટ બાદ રોહિતની ઉપલબ્ધતા પર કહ્યું હતું કે, "રોહિત ટીમમાં જોડાશે કે નહીં, અમને એક-બે દિવસમાં ખબર પડી જશે." મને હજી સુધી તેના વિશે કંઈપણ ખબર નથી.
પ્રથમ ટેસ્ટમાં 188 રનથી વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ સોમવારે ચિત્તાગોંગથી ઢાકા પહોંચી હતી. બે દિવસની પ્રેક્ટિસ બાદ ગુરુવારથી રમાનારી બીજી ટેસ્ટમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને ટકરાશે.

Download Our B K News Today App



Related News