પૂજાએ અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, ભારતે ટૂર્નામેન્ટમાં 2 મેડલ મેળવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:01:36
  • Views : 469
  • Modified Date : 2019-11-02 13:01:36

ભારતીય રેસલર પૂજા ગહલોતે હંગેરીના બુડાપેસ્ટમાં અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની 53 કિલોગ્રામની કેટેગરીમાં શુક્રવારે સિલ્વર મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં બે મેડલ જીત્યા છે. પૂજાને ગોલ્ડ મેડલ જીતવા માટે જાપાનની હારુના ઓકુનો સામે મુકાબલો હતો, જે તે 0-2થી હારી ગઈ હતી.પૂજાએ ક્વોલિફિકેશનમાં રશિયાની એકાતેરિના વેરબીનાને 8-3થી હરાવી હતી અને ક્વાર્ટરફાઇનલમાં તાઈપેની સુઆન સીહને 8-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા મેળવી હતી. તે પછી તેણે તુર્કીની જેનેપ યેતગીલને 8-4માં હરાવીને ફાઇનલમાં જગ્યા મળી હતી. બીજી તરફ જ્યોતિને 50 કિલોગ્રામની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં અને નૈનાને 72 કિલોગ્રામની કેટેગરીમાં રેપેચેજ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.રવિન્દરે પણ સિલ્વર મેડલ જીત્યો. ભારતનો આ ટૂર્નામેન્ટમાં બીજો મેડલ છે. આ પહેલા પુરુષ ફ્રીસ્ટાઇલમાં 61 કિલોગ્રામના રવિન્દર ફાઇનલમાં પહોંચ્યો હતો. તેને પણ સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે ગઈ વખતે ટૂર્નામેન્ટમાં 1 મેડલ જીત્યો હતો, જેની સરખામણીએ આ વખતે 2 મેડલ જીત્યા છે.

Download Our B K News Today App



Related News