કોમનવેલ્થ ગેમ્સમાં પ્રિયંકાનો જયજયકાર, રેસ વોક જીતનારી પહેલી ભારતીય મહિલા બની, જીત્યો સિલ્વર મેડલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 17:01:34
  • Views : 280
  • Modified Date : 2022-08-06 17:01:34

કોમનવેલ્થ ગેમ્સમાં પ્રિયંકાનો જયજયકાર, રેસ વોક જીતનારી પહેલી ભારતીય મહિલા બની, જીત્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સના 9મા દિવસે ભારતને 27મો મેડલ મળ્યો છે. 10,000 રેસ વોકમાં ભારતની પ્રિયંકા ગોસ્વામીએ સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રિયંકાએ 43 મિનિટ અને 38.82 સેકન્ડમાં આ અંતર કાપીને સિલ્વર મેડલ પોતાને નામે કરી લીધો હતો.

ભારતને મળ્યો 27મો મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 27મો મેડલ મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના નવમા દિવસે પણ ભારતને મેડલ મળવાનો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે. 27 મેડલમાં 9 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્ઝ સામેલ છે. 

પ્રિયંકા રેસ વોક જીતનારી પહેલી ભારતીય મહિલા 
મહિલાઓની 10000 મીટર રેસ વોકની ફાઈનલમાં પ્રિયંકાએ સિલ્વર મેડલ જીત્યો છે. પ્રિયંકા રેસ વોક જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. પ્રિયંકાનું આ પર્સનલ બેસ્ટ પણ રહ્યું છે. પ્રિયંકાએ નવમા દિવસની રમતમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. એથલેટિક્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.  

ભારત દુનિયામાં પાંચમા ક્રમે
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને હાલમાં 27 મેડલ મળ્યાં છે અને તે મેડલ જીતનાર દેશોની દ્રષ્ટિએ દુનિયામાં પાંચમા નંબરે છે. પહેલા નંબરે ઓસ્ટ્રેલિયા છે. 

 

Download Our B K News Today App



Related News