પૃથ્વી વિજય હઝારેની એક સીઝનમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બન્યો; સેમિ-ફાઇનલમાં કર્ણાટક વિરુદ્ધ મુંબઈના ટોટલમાંથી 53% રન પૃથ્વીએ બનાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 14:29:50
  • Views : 345
  • Modified Date : 2021-03-11 14:29:50

    મુંબઈના કેપ્ટન પૃથ્વી શોએ બેટ સાથે શાનદાર દેખાવ ચાલુ રાખ્યો છે. પૃથ્વીએ વિજય હઝારે ટ્રોફીની સેમિફાઇનલમાં કર્ણાટક સામે દિલ્હીના પાલમ-A સ્ટેડિયમમાં 165 રન બનાવ્યા છે. તેણે મુંબઈની ઇનિંગ્સ(322 રન)ના 51% રન પોતે બનાવ્યા. તેમજ પૃથ્વી વિજય હઝારેની એક સીઝનમાં હાઈએસ્ટ રન સ્કોરર બની ગયો છે.પૃથ્વીએ આ ઇનિંગ્સ થકી વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ચાલુ સીઝનમાં કુલ 754 રન બનાવ્યા છે. અગાઉ આ રેકોર્ડ મયંક અગ્રવાલના નામે હતો. જેણે 2018ની સીઝનમાં 723 રન કર્યા હતા.

    ​​​​​​ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ 49.2 ઓવરમાં ​322 રનમાં ઓલઆઉટ થયું હતું. પૃથ્વી શોએ કપ્તાની ઇનિંગ્સ રમતાં 122 બોલમાં 17 ફોર અને 7 સિક્સની મદદથી 165 રન કર્યા હતા. તે સિવાય સેમ્સ મુલાનીએ 45, શિવમ દુબેએ 27 અને અમન ખાને 25 રનનું યોગદાન આપ્યું હતું. કર્ણાટક વતી વી. કુમારે 4 અને પ્રસિદ્ધ કૃષ્ણએ 3 વિકેટ ઝડપી હતી.



Download Our B K News Today App



Related News