પૃથ્વી શો ૧૧ ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 15:09:21
  • Views : 206
  • Modified Date : 2022-10-11 15:09:21

      ઓપનર બેટ્‌સમેન પૃથ્વી શૉએ ગયા મહિને દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે બે સદી અને અડધી સદી ફટકારી હતી. આ પછી તેણે ભારતના પ્રવાસ પર ન્યુઝીલેન્ડની એ ટીમ સામે ૪૮ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા. આ પછી પણ શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં પસંદ કરવામાં આવી ન હતી. આનાથી તે નિરાશ છે.જાેકે, ૨૨ વર્ષીય શૉ રાષ્ટ્રીય ટીમમાં જાેરદાર વાપસી કરવા માટે મક્કમ છે. શૉએ ગુરુવારે મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે છેલ્લા પાંચ-છ મહિનામાં સાતથી આઠ કિલો વજન ઘટાડ્યું છે અને તેણે તેના  મનપસંદ ચાઈનીઝ ફૂડ, મીઠાઈઓ અને કોલ્ડ ડ્રિંક્સથી સંપૂર્ણપણે દૂર રહ્યા છે. પાંચ ટેસ્ટ, છ વનડે અને એક ટી-૨૦ ઈન્ટરનેશનલમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર શૉ ૧૧ ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની મુંબઈની ટીમમાં વાઇસ-કેપ્ટન છે. હાલમાં તે અમદાવાદમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યો છે.સાઉથ આફ્રિકા સામે પસંદ ન થવા પર શૉએ કહ્યું, “હું નિરાશ હતો. હું રન બનાવી રહ્યો છું, ખૂબ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મને તક નથી મળી રહી. ઠીક છે, જ્યારે રાષ્ટ્રીય પસંદગીકારોને લાગશે કે હું તૈયાર છું તો તેઓ મને તક આપશે. ભારત એ અથવા અન્ય ટીમો માટે મને ગમે તેટલી તક મળશે, હું ખાતરી કરીશ કે હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ અને મારું ફિટનેસ સ્તર જાળવી રાખીશ.”ઘરેલું સીઝન અંગે પૃથ્વી શૉએ કહ્યું, “હું મારી રમત, ફિટનેસ અને સતત સારું પ્રદર્શન કરવા પર સખત મહેનત કરી રહ્યો છું.

Download Our B K News Today App



Related News