પાંચ ટીમો વચ્ચે બે સ્થાન માટે જંગ, ipl

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 13:33:23
  • Views : 764
  • Modified Date : 2019-05-03 13:33:23

IPL 2019માં અત્યાર સુધી 49 મેચ રમાઈ ચૂકી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પહેલા જ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂક્યા છે. દિલ્હીના 12 મેચમાં 16 પોઇન્ટ છે. જો તે બંને મેચમાં વિજય મેળવે તો ટોપની બે ટીમોમાં રહીને ક્વોલિફાય કરી શકે છે. એક મેચ હારે તો તેણે પ્રાર્થના કરવી પડશે કે ચેન્નાઈ કે મુંબઈ પોતાની બંને મેચો જીતે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ક્વોલિફાય થઈ ગઈ છે. તે બંને મેચમાં વિજય મેળવશે તો ટોપ-2માં સ્થાન બનાવશે. જીત નહીં મેળવે તો દિલ્હી અને મુંબઈના નેટ રનરેટ પર નિર્ભર રહેશે.રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ બહાર થઈ ગઈ છે. જેથી હવે પાંચ ટીમો વચ્ચે બે સ્થાન માટે જંગ છે. મુંબઈ ઇન્ડિયન્સ 12 મેચમાં 14 પોઇન્ટ સાથે નેટ રેનરેટ (+0.347)માં ટીમ બીજા નંબરે છે. તે બાકી બચેલી બંને મેચમાં જીત મેળવશે તો આસાનીથી ક્વોલિફાય કરી લેશે અને ટોપ-2 ટીમોમાં પણ સ્થાન બનાવી લેશે. એક મેચ જીતીને પણ ક્વોલિફાય થઈ જશે. બંને મેચમાં પરાજય થશે તો પણ ક્વોલિફાચ કરવાની તક રહેશે. જોકે આ માટે બીજી ટીમો પર મદાર રાખવો પડશે.

Download Our B K News Today App



Related News