જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી” કેરળના રમતગમત મંત્રીનું મોંઘી ટિકિટ પર વિવાદિત નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-11 15:53:17
  • Views : 473
  • Modified Date : 2023-01-11 15:53:17

કેરળના તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાનાર છે.  મેચને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને એક વિવાદિત નિવેદન આપ્યું છે.

ખેલ મંત્રીમોંઘી ટિકિટ પર વિવાદિત નિવેદન આપતા  કહ્યું કે, જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી.

ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે, દરેક ચાહક સ્ટેડિયમમાં જઈને પોતાના મનપસંદ ખેલાડીઓની રમત જોવા માંગે છે. જો કે, મોંઘી ટિકિટને કારણે ઘણા ચાહકો તેની ઈચ્છા પૂરી કરી શકતા નથી. પરંતુ કેરળના ખેલ મંત્રીએ પોતાના નિવેદનથી આવા ચાહકોની મજાક ઉડાવી છે. કેરળના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને કહ્યું છે કે, જે લોકો ભૂખે મરતા હોય તેઓએ મેચ જોવાની જરૂર નથી. પત્રકારોએ મંત્રીને પૂછ્યું કે, શું સરકાર દર્શકો પાસેથી મનોરંજન કર વસૂલવાના કથિત નિર્ણયને પાછો ખેંચી લેવાનું વિચારશે? એના જવાબમાં તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચની ટિકીટના ભાવ આસમાને છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જેમાં વધુ ટેક્સ છે. કેરળના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને કહ્યું, ‘ટેક્સ ઘટાડવાની શું જરૂર છે? આ દલીલ ખોટી છે કે દેશમાં દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, તેથી ટિકિટ સસ્તી કરવી જોઈએ. જેઓ ભૂખે મરતા હોય તેઓએ મેચ જોવા જવાની જરૂર નથી.રાજ્યમાં વિપક્ષ કોંગ્રેસ અને ભાજપે ગરીબો સામેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ મંત્રી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, મંત્રીએ આવું નિવેદન ન આપવું જોઈએ.

મંત્રીની ટીકા કરતાં, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વી. ડી.  સતીસને કહ્યું હતું કે, “રાજ્યની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સામ્યવાદી સરકારના મંત્રીના આવા અભદ્ર અને વાહિયાત નિવેદન સાંભળીને લોકો ચોંકી ગયા હતા. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રીએ આવા મંત્રીને એક કલાક પણ ખુરશી પર બેસવા ન દેવા  જોઈએ. ગરીબોનો પક્ષ હોવાનો દાવો કરતી માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટીનું આ અંગે શું કહેવું છે?”

અબ્દુરહીમાન કેરળના સૌથી અમીર મંત્રીઓમાંથી એક છે. એક રિપોર્ટ મુજબ તેની પાસે 17.17 કરોડની સંપતિ છે. મંત્રી પોતે કરોડપતિ છે તેના માટે તેને મોંઘી ટિકીટથી ફરક પડતો નથી. તેણે વિચાર કર્યા વગર આવું નિવેદન આપી દીધું છે.

Download Our B K News Today App



Related News