18 વર્ષના ઇન્ટરનેશનલ કરિયર પછી પાર્થિવે નિવૃત્તિ લીધી, આ વખતે IPLમાં એકપણ મેચ નહોતો રમ્યો, ડેબ્યુ વખતે સૌથી યુવા વિકેટકીપર બનેલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 12:59:22
  • Views : 408
  • Modified Date : 2020-12-09 12:59:22

    ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું.પાર્થિવે ટ્વીટ કરીને નિવૃત્તિ અંગેની જાહેરાત કરી હતી. તેણે કહ્યુ કે, હું આજે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. BCCIએ 17 વર્ષના યુવા ખેલાડી પર ભરોસો દાખવતા હું ડેબ્યુ કરી શક્યો હતો. તેમના સપોર્ટ બદલ હું બોર્ડનો આભાર માનું છું. હું જે બધા કપ્તાનો હેઠળ રમ્યો તેમનો પણ આભાર માનું છું, ખાસ કરીને મારા પહેલા કેપ્ટન - દાદા- સૌરવ ગાંગુલી. હું તમામ કોચ અને ફિઝિયોનો પણ આભાર માનું છું, જેમણે મને ફિટનેસ જાળવવામાં મદદ કરી. હું મારી હોમ ટીમ અને ગુજરાત સ્ટેટ એસોશિયેસનનો આભાર માનું છું. તેમણે મને તમામ ફોર્મેટમાં કપ્તાની સોંપી અને અમે બધા ટાઇટલ જીતી શક્યા, એ હંમેશા મને સારી રીતે યાદ રહેશે. હું કેટલો નસીબદાર છું, કારણકે મારા માટે આ ગુડબાય કહેવું અઘરું પડી રહ્યું છે.

Download Our B K News Today App



Related News