પંકજ અડવાણી 22મી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 13:34:48
  • Views : 498
  • Modified Date : 2019-09-16 13:34:48

ભારતનો સ્ટાર ક્યૂઈસ્ટ પંકજ અડવાણી 22મી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. તેણે આઈબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું. 34 વર્ષીય અડવાણીએ સતત ચોથી ફાઈનલ જીતી છે. આ તેની બિલિયર્ડ્સના શોર્ટ ફોર્મેટમાં ગત 6 વર્ષમાં પાંચમો વર્લ્ડ ખિતાબ છે. અડવાણીએ રવિવારે ફાઈનલમાં મ્યાનમારના નાએ થાવે ઓને 6-2થી હરાવ્યો. અડવાણીએ થાવેને 150(145)-4, 151(89)-66, 150(127)-50, 7-150(63-62), 151(50)-69(50), 150(150) -0, 133(640)-150 (105), 150(74) -75 (63)થી હરાવ્યો. ગત વર્ષે પણ અડવાણી અને થાવે વચ્ચે ફાઈનલ રમાઈ હતી. ત્યારે પણ અડવાણી ચેમ્પિયન બન્યો હતો. અડવાણીએ 2014માં પ્રોફેશનલ સ્નૂકરમાં વાપસી કર્યા બાદ દર વર્ષે વર્લ્ડ ટાઈટલ જીત્યું છે. તે દુનિયામાં સૌથી વધુ વખત વર્લ્ડ ચેમ્પિન બનનાર ખેલાડી છે. પંકજે સરળતાથી 3-0ની લીડ મેળવી લીધી હતી. તેણે 145, 89, 127ના બ્રેક લગાવ્યા. પંકજ ચોથી ફ્રેમ હારી ગયો. પણ આગામી બંને ફ્રેમ જીતી 5-1 કરી લીધા.પંકજે વર્લ્ડ ચેમ્પિનશિપમાં પ્રથમ ગોલ્ડ 2003માં જીત્યોઅડવાણીએ કહ્યું કે ખરેખર આ એક વિશ્વસનીય જીત છે. સતત 4 વર્ષ સુધી ખિતાબ જીતવા અને ગત 6 ફાઈનલમાં 5 વાર ખિતાબ પોતાના નામે કરવા મારા માટે એકદમ ખાસ સિદ્ધી છે. પંકજે કારકિર્દીમાં પ્રથમ ગોલ્ડ 2003માં જીત્યો હતો. હવે પંકજ આઈબીએસએફ વર્લ્ડ સિક્સ રેડ સ્નૂકર અને વર્લ્ડ ટીમ સ્નૂકર ચેમ્પિનશિપમાં ભાગ લેશે.

Download Our B K News Today App



Related News