પાકિસ્તાનનો ટીમ ઈન્ડિયા સામે 6 વર્ષે વિજય, નિદા દારે ઓલરાઉન્ડ દેખાવ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 10:56:30
  • Views : 980
  • Modified Date : 2022-10-08 10:56:30

        બાંગ્લાદેશના સિલહટમાં રમાયેલી વુમન્સ એશિયા કપમાં પાકિસ્તાને ભારતને રને હરાવ્યું છે. પાકિસ્તાન તરફથી નિદા દારે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે અગાઉ 56 રન કર્યા હતા. ઉપરાંત બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાની એક પણ બેટર ચાલી નહોતી અને 124 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. રિચા ઘોષે 13 બોલમાં 26 રન કરીને થોડી લડત આપી હતી. જોકે અન્ય બોટરો ચાલી નહોતી. પાકિસ્તાન તરફથી નશરા સંધુએ 3 વિકેટ, જ્યારે નિદા દાર, સાદીયા ઇકબાલે 2-2 વિકેટ લીધી હતી. પાકિસ્તાનન મહિલા ક્રિકેટ ટીમ 6 વર્ષે ભારતીય મહિલા ટીમ સામે જીતી છે.અગાઉ પાકિસ્તાને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ નીદા દારે 37 બોલમાં 56 રન કર્યા હતા. તો કેપ્ટન બિસ્માહ મારુફે 35 બોલમાં 32 રન કર્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પૂજા વસ્ત્રાકરે 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહને 1 વિકેટ મળી હતી.અગાઉ પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રેગ્યુલર કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમમાં પરત ફરી હતી. UAE સામેની મેચમાં તેમને આરામ આપવામાં આવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News