પાકિસ્તાનનો કયો ક્રિકેટર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ રમી રહ્યો હતો ને પુત્રીના મોતના સમાચાર મળ્યાં પછી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 09:59:35
  • Views : 575
  • Modified Date : 2019-05-21 09:59:35

પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ પોતાની બે વર્ષની દીકરીને ગુમાવી દીધી છે. 19 મેના રોજ જ્યારે આસિફ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝની 5મી અને અંતિમ વન-ડે રમી રહ્યો હતો તે દરમિયાન તેને પોતાની પુત્રીના નિધનના સમાચાર મળ્યાં હતાં. સુત્રો પ્રમાણે, આસિફની દીકરી નૂર ફાતિમાને ચોથા સ્ટેજનું કેન્સર હતું જેની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.રવિવારે હેડિંગ્લે ખાતે રમાયેલી આ મેચમાં આસિફે 22 રન બનાવ્યા હતા. જોકે, તેની ટીમ 54 રનથી આ મેચ હારી ગઈ હતીઈસ્લામાબાદ યૂનાઈટેડ’એ પોતાની ટ્વીટમાં લખ્યું હતું, ISLUની સંવેદનાઓ આસિફની સાથે છે જેણે પોતાની દીકરી ગુમાવી છે. આસિફ ખૂબ મજબૂત છે અને આપણાં બધાં માટે પ્રેરણા છે.આસિફ પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો નથી. જોકે, ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેણે બે હાફ સેન્ચુરી લગાવી હતી. હજુ પણ 23 મે પહેલા તેને ટીમમાં શામેલ કરી લેવાય તેવી શક્યતા છે. પાકિસ્તાનની પ્રથમ મેચ 31 મેના રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ છે.

Download Our B K News Today App



Related News