પાકિસ્તાનના 28 વર્ષીય બોલર આમિરનું અનિશ્ચિતકાળ માટે ક્રિકેટને ગુડબાય, કહ્યું- હાલનું મેનેજમેન્ટ મને ટોર્ચર કરે છે, તેમના હેઠળ નહીં રમી શકું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 16:04:30
  • Views : 393
  • Modified Date : 2020-12-17 16:04:30

    પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અનિશ્ચિતકાળ માટે અલવિદા કહી દીધું છે. 28 વર્ષીય આમિરે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે, મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાલના મેનેજમેન્ટ સાથેના તણાવના લીધે આ નિર્ણય લીધો છે. મને બહુ ટોર્ચર કરવામાં આવ્યો છે. હું આ મેનેજમેન્ટ હેઠળ રમી શકું તેમ નથી.પાકિસ્તાનને 2017માં ચેમ્પિયન ટ્રોફી જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આમિર ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સિલેક્ટ ન થતા નિરાશ થયો હતો. તેણે વીડિયોમાં કહ્યું કે, હું ક્રિકેટથી દૂર નથી જઈ રહ્યો, પરંતુ પાકિસ્તાન ક્રિકેટનું વર્તમાન મેનેજમેન્ટ મને ક્રિકેટથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.    આમિરે ટીમના કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચની ટીકા કરી અને તેમના દ્વારા તેની કરવામાં આવેલી આલોચનાને ખોટી ગણાવી હતી. આમિરે 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી તેને ગદ્દાર કહેવામાં આવ્યો હતો. આમિરે ટેસ્ટમાંથી વર્ક લોડને કારણે નિવૃત્તિ લીધી હોવાનું કહ્યું હતું.

Download Our B K News Today App



Related News