સુપર ઓવરમાં ઇંગ્લેન્ડની ન્યુઝીલેન્ડ પર ફરીથી જીતઓકલેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:18:08
  • Views : 585
  • Modified Date : 2019-11-11 13:18:08


ઇંગ્લેન્ડે આજે વરસાદગ્રસ્ત ટ્‌વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સુપર ઓવરમાં રોમાંચક જીત મેળવીને પાંચ મેચોની શ્રેણી ૩-૨થી પોતાના નામ પર કરી લીધી હતી. આજની મેચ સાથે વર્લ્ડકપ સુપર ઓવરની ફાઈનલ મેચની યાદ તાજી થઇ હતી. ભારે વરસાદના કારણે મેચને પહેલા ૧૧-૧૧ ઓવરની કરી દેવામાં આવી હતી જેમાં ન્યુઝીલેન્ડે પાંચ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા. આના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે પણ સાત વિકેટે ૧૪૬ રન કર્યા હતા જેનાથી બંને ટીમોનો સ્કોર બરોબર રહ્યો હતો જેથી મેચ સુપર ઓવરમાં પ્રવેશી ગઈ હતી. મેચ સુપર ઓવરમાં પ્રવેશ્યા બાદ ઇંગ્લેન્ડ તરફથી બેરશો અને મોર્ગને ઇંગ્લેન્ડ માટે ૧૭ રન કર્યા હતા. આ ઓવર ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન ટીમ સાઉથીએ ફેંકી હતી. બીજી બાજુ ન્યુઝીલેન્ડ માટે માર્ટિન ગુÂપ્ટલ, શેફર્ડ અને ગ્રાન્ડહોમે એક ઓવરમાં માત્ર આઠ રન બનાવ્યા હતા. આની સાથે જ મેચ ગુમાવી દીધી હતી. આ મેચની સાથે જ વિશ્વકપ ફાઈનલની યાદ તાજી થઇ હતી જે બંને ટીમો વચ્ચે જૂનમાં રમાઈ હતી જેમાં ઇંગ્લેન્ડે ૫૦ ઓવરમાં સ્કોર બરોબર થયા બાદ એક ઓવરના ઇલીમિનેટરમાં પણ સ્કોર બરાબર રહેતા બાઉન્ડ્રીની ગણતરીના આધારે મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. આ વખતે ઇંગ્લેન્ડે ટાઇબ્રેકરમાં પરિણામ મેળવ્યું હતું. બેર શો અને મોર્ગને ન્યુઝીલેન્ડને જીતવા માટે ૧૮ રનનો પડકાર ફેંક્યો હતો. ન્યુઝીલેન્ડે વિકેટકીપર બેટ્‌સમેન શેફર્ડને સુપર ઓવર રમવા માટે પસંદ કર્યો હતો. જાર્ડનના ઓવરમાં પ્રથમ બોલ બે રન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોગ્ગો ફટકારવામાં આવ્યો હતો. ત્યાર પછીના બોલમાં કોઇ રન થયા ન હતા. તેના પછી મોર્ગને શાનદાર કેચ પકડીને તેને આઉટ કર્યો હતો. છેલ્લા બે બોલમાં ન્યુઝીલેન્ડને ૧૦ રનની જરૂર હતી જેના પર ગુÂપ્ટલ માત્ર એક જ રન બનાવી શક્યો હતો અને ન્યુઝીલેન્ડે આ મેચ ગુમાવી દીધી હતી. બેરશોએ આ  મેચમાં ૧૮ બોલમાં ૪૭ રનની ઇનિંગ્સ રમી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડે ૧૧ ઓવરમાં મજબૂત સ્કોર બનાવ્યો હતો. સુપર ઓવરમાં પણ બેરશોની ભૂમિકા નિર્ણાયક રહી હતી. ઇંગ્લેન્ડે વરસાદના કારણે મોડેથી શરૂ થયેલી મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવા ન્યુઝીલેન્ડને આમંત્રણ આપ્યું હતું. ગુÂપ્ટલે ૨૦ બોલમાં ૫૦ રન કરીને પોતાની ટીમને મજબૂત Âસ્થતિમાં મુકી હતી. એક વખતે ન્યુઝીલેન્ડે વિકેટ ગુમાવ્યા વગર બે ઓવરમાં ૩૭ રન કર્યા હતા પરંતુ ત્યારબાદ ૭.૩ ઓવરમાં ૧૦૦ રન જ બની શક્યા હતા.


Download Our B K News Today App



Related News