ન્યૂઝીલેન્ડની સરખામણીએ ઇંગ્લેન્ડના ઓપનર્સે 224% વધુ રન કર્યા, કિવિ બોલર્સથી 10% વધુ વિકેટ પણ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 17:33:32
  • Views : 551
  • Modified Date : 2019-07-14 17:33:32

વર્લ્ડ કપની ફાઇનલ આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો પહેલી ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે. આંકડાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ કિવિઝ કરતાં મજબૂત છે. ઇંગ્લેન્ડના ઓપનર્સે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 1062 રન કર્યા છે. બીજી તરફ કિવિઝના ઓપનર્સે માત્ર 328 રન કર્યા છે. ઇંગ્લિશ ઓપનર્સે ટૂર્નામેન્ટમાં 4 સદી અને 6 ફિફટી ફટકારી છે. કિવિઝનો કોઈ ઓપનર સદી ફટકારી શક્યો નથી. તેમના નામે 2 ફિફટી બોલે છે.બોલિંગમાં પણ ઇંગ્લેન્ડની ટીમ કિવિઝ કરતાં મજબૂત જણાઈ રહી છે. એક તરફ ન્યૂઝીલેન્ડના બોલર્સે અત્યાર સુધીમાં 74 વિકેટ લીધી છે. બીજી તરફ ઇંગ્લિશ બોલર્સે 82 વિકેટ લીધી છે. બંને ટીમોના 4-4 બોલર્સે 10થી વધુ વિકેટ લીધી છે. ટોપ-10 બોલર્સમાં ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને માર્ક વુડ સામેલ છે. આ સૂચિમાં કિવિઝના લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટનો પણ સમાવેશ થાય છે.વેધર અને પિચ રિપોર્ટ: લંડનમાં વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન 18થી 22 ડિગ્રીની આસપાસ રહેશે. આ ગ્રાઉન્ડ ઉપર ડાબા હાથના બોલર્સને વધુ મદદ મળી શકે છે. છેલ્લી ચારેય મેચમાં અહિયાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ મેચ જીતી હતીઇંગ્લેન્ડની તાકત અને નબળાઈ

જેસન રોય: રોયે 6 ઇનિંગ્સમાં 71ની એવરેજથી 426 રન બનાવ્યા છે. તેણે 117.03ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. તેણે કિવિઝ વિરુદ્ધની ગ્રુપ મેચમાં 60 રન કર્યા હતા. જયારે સેમિફાઇનલમાં કાંગારું વિરુદ્ધ 65 બોલમાં 85 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તે ફાઇનલમાં ટીમને શાનદાર શરૂઆત અપાવવા તૈયાર હશે.લિયમ પ્લન્કેટ: મીડિયમ પેસર પ્લન્કેટનું ઓસ્ટ્રેલિયા સામે પ્રદર્શન સારું રહ્યું ન હતું. તેને મોઇન અલીની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. સેમિફાઇનલમાં તે વિકેટ મેળવવામાં નિષ્ફ્ળ રહ્યો હતો અને 5 કરતાંવધુની ઈકોનોમીથી રન આપ્યા હતા.કિવિઝની તાકત અને નબળાઈકેન વિલિયમ્સન: કિવિઝ તેના પર નિર્ભર છે. વિલિયમ્સને પોતાની ટીમના 30% રન કર્યા છે. કિવિઝ માટે વિલિયમ્સન રન કરે તે જરૂરી છે, તે ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર રોહિત શર્માથી 100 રન દૂર છે. આજે તે સદી ફટકારે તો કિવિઝ અડધી બાજી જીતી ગયું કહેવાશે.ઓપનિંગ જોડી: કિવિઝ માટે માર્ટિન ગુપ્ટિલ અને કોલીન મુનરો/ હેનરી નિકોલ્સે 7 ઇનિંગ્સમાં 7ની એવરેજથી માત્ર 49 રન કર્યા છે. માર્ટિન ગુપ્ટિલ જે ગયા વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન સ્કોરર હતો, તેની આ ટૂર્નામેન્ટમાં ઓપનર્સમાં સૌથી ઓછી એવરેજ છે. તેનું ફોર્મ કિવિઝ માટે માથાનો દુ:ખાવો બની ગયું છે.

Download Our B K News Today App



Related News